મૃતદેહ એક દાવેદારો બે! એક અસમનો મુસ્લિમ પરિવાર અને બીજા અયોધ્યાનો હિન્દુ પરિવાર

મૃતદેહ એક દાવેદારો બે, તે પણ લાવારિસ. પોલીસ છે પરેશાન કે ઓળખ કેવી રીતે કરવી. જ્યારે તેની ઓળખ કરાઈ ત્યારે તપાસ ટીમની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે આ મૃતદેહના એક નહીં પરંતુ બે દાવેદાર બહાર આવ્યા છે. 15 ઓગસ્ટના રોજ મળી આવેલી લાશની ઓળખ અંગે હજી વિવાદ છે. દાવેદારોમાં એક આસામના બારાકોટાનો મુસ્લિમ પરિવાર અને બીજા ઉત્તર પ્રદેશના અયોધ્યાનો હિંદુ પરિવાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોના દર્દીની લાશ મળવાનો કેસ, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

રવિવારે કલ્પના ચાવલા મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ શબને આસામના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવાર મૃતદેહને દફન માટે લઈ ગયા હતા. જ્યારે એક અન્ય પરિવાર કરનાલમાં પોલીસ પાસે પહોંચ્યો અને તેણે દાવો કર્યો હતો કે લાશ તેના સંબંધીની છે, જે તેમની સાથે રહેતો હતો. પોલીસ આ સાંભળી તરત જ આસામ જઈ રહેલા રાજીવ હુસેનને ફોન કર્યો અને તેમને પાછા ફરવાનું કહ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે

લાશને પાછી લાવવામાં આવી જ્યારે બીજા દાવેદારને સોંપવાની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે પોલીસને આસામના બારોકોટાથી ફોન આવ્યો. પોલીસે જણાવ્યું કે લાશ ગગલમરી વિસ્તારની છે. તે રાજીવ હુસેન અને આત્મો રમણનો કઝીન હતો. મૃતકની માતા આવી રહી છે, જે લાશની ઓળખ કરશે. મુસ્લિમ પરિવારે કહ્યું કે, લાશ અનવર અલીની છે, જ્યારે હિન્દુ પરિવારના શામલાલે કહ્યું કે તે તેના સંબંધી રામપ્રકાશની લાશ છે. તપાસ અધિકારી એએસઆઈ ઈલમ સિંહે જણાવ્યું છે કે, મંગળવારે બંને પક્ષની લાશ સાથે રૂબરૂ ઓળખ કરવામાં આવશે. જો બંને પક્ષો સહમત ન થાય તો ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

READ  આવતીકાલે દુર્લભ સૂર્યગ્રહણ, રાજ્યમાં આ જગ્યાએ સૌથી પહેલા દેખાશે

આ પણ વાંચો: કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments