વર્લ્ડકપ-2019 પહેલા આ ક્રિકેટર પર દુઃખનો પહાડ તૂટ્યો, કેન્સરની સારવાર લેતી 2 વર્ષની દીકરીનું મોત

ICC વર્લ્ડકપ 2019ની શરૂઆતના 10 દિવસ અગાઉ પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલી પર દુઃખની ઘડી આવી છે. આસિફ અલીની દીકરીનું કેન્સરની બીમારીના કારણે મોત નિપજ્યું છે. દીકરી નૂર ફાતિમાની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી. જે દરમિયાન 20 મેના રોજ તેનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી, ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઈ શકે!

દીકરીના મોતની ખબર આસિફને ઈંગ્લેડ વિરુદ્ધ રમાઈ રહેલી 5 મેચોની સીરિઝના છેલ્લા વન-ડે બાદ અપાઈ હતી. જે બાદ તુરંત આસિફ ઈંગ્લેન્ડથી અમેરિકા જવા માટે રવાના થઈ ગયો હતો. આ અગાઉ આસિફ અલીનું નામ પાકિસ્તાનની વર્લ્ડકપ માટેની 15 સદસ્યની ટીમમાં નહોતું. પરંતુ ઈંગ્લેન્ડમાં પાકિસ્તાનની ટીમ દ્વારા તેના સારા પ્રદર્શન બાદ તેને વર્લ્ડકપ માટે સ્થાન મળ્યું હતું. આસિફ અલીની દીકરી નૂર ફાતિમાની ઉંમર માત્ર 2 વર્ષની હતી. અને જે કેન્સરની બીમારીથી પીડાઈ રહી હતી.

 

READ 

આસિફ અલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની ટીમ તરફથી બે અર્ધસદી મારી હતી. જો કે આ મેચની શરૂઆત સમયે તેનું નામ પાકિસ્તાનની બનેલી વર્લ્ડકપની ટીમ માટે નિયત નહોતું. પરંતુ 15 ખેલાડીઓના નામની યાદીમાં તેને સામેલ કરાયો હતો. 27 વર્ષિય આસિફે પાકિસ્તાન માટે 16 વન-ડે રમ્યા છે.

HowdyModi! : Preparations of the mega event in full swing,PM to address over 50,000 Indian-Americans

FB Comments