તુલસીના ફાયદાઓ વિશે નથી ખબર તો જાણી લો, આ રોગ માટે અકસીર ઈલાજ છે તુલસી

હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે.

 આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે ‘જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે’

પ્રદૂષણની સમસ્યાને લઈને લોકો સતત નવા રોગોનો સામનો કરી રહ્યાં છે અને તેમાં ખાસ કરીને હવાના પ્રદૂષણથી ચામડીના રોગો થવાની શક્યતા વધી ગયી છે. તુલસીના પાંદડાઓમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જેના લીધે બેક્ટેરિયા અને ફૂગથી થતા રોગોની સામે રક્ષણ મળે છે. ખાસ કરીને જો તુલસીના છોડને ઘરની બહાર ઉગાડવામાં આવે તો હવા પણ એકદમ સારી રહે છે અને તુલસીની મહેક આખા ઘરમાં પણ પ્રસરી ઉઠે છે.

 

READ  શિયાળામાં દરરોજ ગોળ ખાશો તો થશે આ ફાયદાઓ !!!

ચામડીના રોગો માટે તુલસી એક અસરકારક ઈલાજ


જે લોકો પોતાની ત્વચાને લઈને વધારે કાળજી રાખતા હોય તેમના માટે તુલસી ખાસ ઉપયોગી છે. જો તમે રોજ તુલસીના પાંદડાઓ ખાવાનું રાખો તેના લીધે તમારી ત્વચામાં એક ગ્લો આવી જાય છે. અન્ય રીતે તુલસીનું સેવનમાં તમે તેનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. જેમાં તુલસીના દસ પાંદડાઓ, થોડી હળદર, ગોળ વગેરે નાખીને પાણીની સાથે ગરમ કરો. બાદમાં ઉકાળાને ગાળી લો અને તેનું સેવન કરો જેનાથી પણ ઘણાંબધાં ચામડીના રોગો સામે રક્ષણ મળશે.

READ  શું તમે કિડનીની પથરીથી છો પરેશાન? અપનાવો આ રામબાણ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments