અયોધ્યા મામલે 16 ઓક્ટોબર સુધી સુનાવણી પુરી થશે, જાણો કોને જીવનું જોખમ હોવાથી આપવામાં આવી સુરક્ષા?

અયોધ્યા વિવાદીત કેસમાં 39માં દિવસે પણ સુનાવણી કરવામાં આવી રહી છે. સુન્ની વક્ફ બોર્ડે પોતાની અપીલ કરી હતી અને તેનો જવાબ હિંદુ પક્ષ દ્વારા આપવામાં આવ્યો હતો. આ બધાની વચ્ચે મુખ્ય ન્યાયધીશે સ્પષ્ટ કરી દીધું કે આ મામલે કાલે એટલે કે 40માં દિવસે સુનાવણી પુરી કરવામાં આવે. આમ અંતિમ સુનાવણી 16 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અયોધ્યા દીપોત્સવ: રામલીલાની શોભાયાત્રા નીકળશે, અયોધ્યા 5.51 લાખ દીવડાથી ચમકી ઉઠશે, જુઓ VIDEO

આ પણ વાંચો :   વિશ્વ કપ 2019માં જે નિયમ હેઠળ ઈંગ્લેન્ડ પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું તે નિયમ ICCએ કર્યો રદ

મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે અમને જ શા માટે સવાલ કરવામાં આવી રહ્યાં છે? સુપ્રીમ કોર્ટ દ્વારા સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ અહમદ ફારુકીને સુરક્ષા આપવા માટે ઉત્તરપ્રદેશ સરકારને આદેશ આપ્યો છે. તેઓએ કોર્ટની સામે જીવને ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેને લઈને કોર્ટ દ્વારા સુરક્ષા આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

READ  ધૂલે નજીક બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13ના મોત 15થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રિસીવરની મુલાકાત લઈને દીપોત્સવની ઉજવણી માટે પરવાનગી માગવામાં આવી હતી. હિંદુ સંગઠનો આ દીવાળીમાં દીપ પ્રાગટ્ય રામજન્મભૂમિ પરિસરમાં કરવા માગતા હતા. પરંતું અયોધ્યા કમિશનર દ્વારા આ માગણીનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

READ  રાજ્યભરમાં હાહાકાર મચાવનારી ડુંગળીની કિંમત માનવીના લોહી બરાબર, રક્તદાન કરવા બદલ 1 કિલો ડુંગળી!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોર્ટ એક જ મહિનામાં રામ મંદિર વિવાદને લઈને ફેંસલો આપી શકે છે. 17 નવેમ્બરના રોજ ફેંસલો આવી શકે છે કારણ કે આ દિવસે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ સેવાનિવૃત્ત થઈ રહ્યાં છે.

 

Top News Headlines Of This Hour : 20-02-2020 | Tv9GujaratiNews

FB Comments