ગુજરાતમાં ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી, ગુજરાત સરકારે કરી હતી આ દલીલ

ગુજરાતના ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચ આ મુદ્દે સુનાવણી કરશે. આ પહેલાની સુનાવણીમાં ગુજરાત સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, ગુજરાતમાં ફિક્સ વેતનદારોને સમાન કામ- સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે નહીં. ગુજરાત સરકારે પોતાની દલીલમાં કહ્યું હતું કે, ફિક્સ- પેના કર્મચારીઓ કરાર આધારિત છે. અને પાંચ વર્ષે નોકરી પૂર્ણ થયા બાદ જ તેમને કાયમી કરાય છે. જેથી બિહારના કેસની જેમ ગુજરાતમાં સમાન કામ-સમાન વેતનનો સિદ્ધાંત લાગુ નહીં પડે.

READ  Mehsana : 'Negligent' Civil doctors leave Knife in patient's stomach - Tv9 Gujarati

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં વિવાદ પછી અમિત શાહનું નિવેદન, PM મોદીએ પહેલા જ કરી હતી સ્પષ્ટતા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈક્વલ પે ઈક્વલ વર્કએ કોઈ બંધારણીય હક નથી. ઉલ્લેખનીય છે કે, ફિક્સ વેતનદારોને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતે પગાર આપવા ગુજરાત હાઈકોર્ટે 6 વર્ષ પહેલા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જો કે, સરકારે અમલ કરવાને બદલે ચૂકાદાને સુપ્રીમમાં પડકારતા વર્ષોથી આ કેસ ન્યાયિક કાર્યવાહી હેઠળ પડતર છે.

READ  અમિતાભ માટે કેમ અડધી વાયુસેના થઇ તૈનાત ?, જાણો Birthday પર તેમના જીવનના રોમાંચક કિસ્સા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments