દેશભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જાણો રાજ્ય અને દેશભરમાં ગરમીથી કેવી છે પરિસ્થિતિ?

રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉત્તર ગુજરાતના ડીસા, ઈડર, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને કચ્છના કંડલા સહિતના વિસ્તારોમાં સૂર્યદેવતા આગ વરસાવી રહ્યાં છે. આ કપરી ગરમીમાં નોકરી ધંધે આવતા જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

આ પણ વાંચો: અમરેલીના રાજુલામાં અસામાજિક તત્વોએ બેંક કર્મચારીને માર્યો માર, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO

હવામાન વિભાગે હજુ ચારથી પાંચ દિવસ ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં પારો 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તાકીદ કરી છે. આ સાથે જ કાળજાળ ગરમીથી બચવા લોકોને પાણી, છાશ અને નાળિયેર પાણીનો મહત્તમ ઉપયોગ કરવાની પણ સૂચના આપી છે.

દેશનો 50 % ભાગ ભીષણ કાળજાળ ગરમીનો સામનો કરી રહ્યો છે. દિલ્હી-એનસી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પારો 45 ડિગ્રી પહોંચી ગયો છે. તો યુપીના ગાઝિયાબાદ અને હરિયાણાના ગુરૂગ્રામમાં 46 ડિગ્રી પારો નોંધાયો છે. મેદાનો તો ઠીક ઉત્તરાખંડના ઉત્તરકાશી અને અલ્મોડાના પહાડી વિસ્તારમાં તાપમાન 36 ડિગ્રી પહોંચી ગયો છે. દેહરાદૂન અને હરિદ્વારમાં રેકોર્ડ 38 ડિગ્રી ગરમી પડી.

READ  2007માં એવુ તો શું થયું હતું કે સ્વામિનારાણ મંદિર ગઢડાના સ્વામી અને પાર્ષદની પોલીસે અટકાયત કરવી પડી હતી, જાણો

જ્યારે જમ્મુમાં જૂના તમામ રેકોર્ડ તોડતા 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ. હવામાન વિભાગના મતે રાજધાની દિલ્હીમાં હજુ 3-4 દિવસ આકરી ગરમી યથાવત રહેશે. તો મધ્યપ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, યુપી, હરિયાણા, ચંદીગઢ, બિહાર, ઓડિશામાં લૂનો પ્રકોપ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. 6 જૂને વરસાદ કેરળ તટે પહોંચે તેવી શક્યતા છે. આમ ઉત્તર ભારતમાં હજુ 15 દિવસ આકરી ગરમી યથાવત્ રહે તેવી શક્યતા છે.

FB Comments