14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, કેરળમાં પૂરના પ્રકોપથી મોતનો આંકડો 115 સુધી પહોંચ્યો

ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદે વિરામ લીધો છે તો ક્યાંક શહેરોમાં વરસાદી ઝાપટાઓ પડી રહ્યાં છે. હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રીય ન હોવાથી ભારે વરસાદની આગાહી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  હોંગકોંગમાં શા માટે એકસાથે 5 લાખ લોકો ચીનની તાનાશાહી વિરુદ્ધ કરી રહ્યા છે આંદોલન

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારના રોજ વાદળ ફાટવાની ઘટના ઉત્તરાખંડમાં બની હતી તેમાં 20 લોકોના ઘર તણાઈ ગયા છે. હવામાન વિભાગે ઉત્તરકાશી, ચમોલી, પિથૌરાગઢ, પૌંઢી અને નૈનીતાલમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

READ  Mehsana : Dalit youth beaten up for pasting Shivaji’s sticker on bike, 8 booked


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હિમાચલ પ્રદેશમાં વરસાદના લીધે નદીઓ બે કાંઠે વહી રહી છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટનાથી 9 લોકોના મોત થયા છે. 13 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના લીધે ભુસ્ખલન થઈ રહ્યું છે. જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ માર્ગો પણ આ ઘટનાને લઈને બંધ થઈ ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  "Guj Govt's fuel price reduction decision is election oriented"- Cong spokesperson Shaktisinh Gohil - Tv9 Gujarati

 

હવામાન વિભાગે હિમાચલપ્રદેશ, દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, ચંડીગઢ, પશ્ચિમી બંગાળ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પોંડેચેરી, બિહાર અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમી અરબ સાગરમાં 45થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે એવી પણ આગાહી કરી છે. શિમલા અને મનાલીમાં તમામ શિક્ષણ સંસ્થાનો બંધ કરવાનો પ્રશાસને નિર્ણય લીધો છે.

દિલ્હીમાં પણ વરસાદ પડી રહ્યો છે અને તેના લીધે શહેરમાં ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. કલાકો સુધી લોકોએ પોતાના વાહનોમાં જ રસ્તાઓ પર રાહ જોવાનો વારો દિલ્હીમાં આવ્યો હતો. યમુના નદી પણ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. આમ દેશમાં હવે ચોમાસું જામ્યું છે અને વિવિધ રાજ્યોમાં વરસાદથી ખૂશીની સાથે મુશ્કેલીના સમાચાર પણ મળી રહ્યાં છે.

READ  શહેરી વિસ્તાર બહારના ઉદ્યોગોને જ શરૂ કરવાની મંજૂરી અપાશે: સચિવ અશ્વિની કુમાર

[yop_poll id=”1″]

કેરલમાં મલપ્પુરમ ખાતે પૂરની સ્થિતિ છે. કેરલની પરિસ્થિતિ હાલ ખરાબ છે. જો આ વરસાદનો આંકડાઓ જોઈએ તો કેરલમાં વરસાદી પૂરના લીધે 115 લોકોના જીવ ગયા છે. લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યાં છે. કોઝિકોડમાં પણ 17 લોકોના મોત પૂરના લીધે થયા છે. આમ આ વરસાદી સિઝનમાં અત્યાર સુધીમાં ભારતમાં 269 લોકોના મોત થયા છે. જેમાં કેરળમાં સૌથી વધારે લોકોના જીવ ગયા છે. કર્ણાટકમાં 62 લોકોના મોતનો અહેવાલ છે અને 15 લોકો ગુમ થયા છે.

 

Oops, something went wrong.
FB Comments