ખેડૂતો આનંદો! હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ

mansoon in mumbai 2019

કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો કેરળમાં વરસાદના આગમન પછી 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12થી 13 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો:  ઈન્સ્ટાગ્રામ વાપરવામાં ધીમા ઈન્ટરનેટના લીધે PROBLEM આવે છે તો આવી રહ્યું તમારા માટે આ નવું ફિર્ચસ

હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો હવે ગુજરાતમાં વરસાદ આવવાના ભણકારા જ વાગી રહ્યાં છે. હવામાન વિભાગ 12થી 13 જૂનના રોજ વરસાદ પડે તેવી આશંકા સેવી રહ્યું છે તો ગુજરાતના વરસાદ પર વાવાઝોડોના પણ ખતરો છે. અરબી સમુદ્ધમાં સર્જાયેલું લો-પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધશે કારણ કે તેના લીધે ચોમાસું લંબાઈ શકે છે. જો આવું થશે તો ખેડૂતોને વરસાદ માટે વધારે સમય રાહ જોવી પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Ahead of Holi, Thousands throng Dakor temple - Tv9 Gujarati

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 11મી જૂનથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે. આની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે કારણ કે 12મી જૂન અને 13મી જૂનના રોજ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પૂર્વ મધ્ય અરબી સમુદ્ધમાં લો-પ્રેશર સર્જાયું છે અને તે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જો ખાસ કરીને 11મી 13 જૂનના સમયગાળામાં ભરુચ, નવસારી. ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ભારે વરસાદ પડી શકે છે. જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

READ  ઈરાન- અમેરિકાના તણાવથી શેરબજારમાં કડાકો, જાણો રોકાણકારોના કેટલા રુપિયા ડૂબ્યા?

 

Tv9's EVENING SUPERFAST Brings To You The Latest News Stories From Gujarat : 21-01-2020

FB Comments