આ તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

પ્રતિકાત્મક તસવીર

વાયુ વાવાઝોડાની અસર ગુજરાતમાં થઈ છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી સપ્તાહમાં વરસાદ પડી શકે છે. વાયુના લીધે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થઈ છે અને આ બાદ ફરીથી વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Tapi, Rajkot, Jamnagar, Surat and Bhavnagar among other parts of state woke up to rain today
પ્રતિકાત્મક તસવીર

આ પણ વાંચો:  બોટાદના જાળીલા ગામમાં ઉપ સરપંચની હત્યા બાદ દલિત આગેવાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને ગણાવી જવાબદાર, જુઓ VIDEO

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગમા ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથમાં ફરીથી મેઘમહેર થશે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી આપી છે અને તેમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.

READ  સુરત: આરોપીને મળી ફાંસીની સજા, સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કચ્છમાં વાયુ વાવાઝોડાના લીધે ભારે પવન સાથે વરસાદ પડવાની આશંકા હતી પણ હવામાન વિભાગની આગાહીને જોઈએ તો 25 જુન સુધી વરસાદ પડવાની કોઈ જ શક્યતાઓ જણાઈ રહી નથી. 22 જૂનના રોજ રાજ્યભરમાં વરસાદ પડી શકે છે અને વરસાદને લઈને 24 જૂનના રોજ પણ આગાહી આપવામાં આવી છે.

READ  સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચોમાસું મહારાષ્ટ્રમાં તો દાખલ થઈ રહ્યું છે જ્યારે ગુજરાતના ઘણાં એવા વિસ્તારો છે જ્યાં વરસાદનું જોઈએ તેવું આગમન થયું નથી કે જેના લીધે વાવણી કરી શકાય. વાવાઝોડાના લીધે વરસાદમાં પણ વિલંબ થઈ રહ્યો છે. આગામી સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. 22થી લઈને 24 જૂનના સમયગાળામાં ગુજરાતમાં વરસાદની પધરામણી થશે.

READ  Rahul Gandhi taunts Narendra Modi over chowkidar remarks - Tv9 Gujarati

 

Top News Stories Of Gujarat : 13-10-2019 | Tv9GujaratiNews

FB Comments