ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસ રહેશે મેઘમહેર

ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેમાં આ વખતે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. ફરીથી જે તાજેતરની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કલેકટર પોતે જ ગટરમાં ઉતરીને કરે છે શહેરની ગંદકી સાફ, મુખ્યમંત્રીએ પણ કર્યા વખાણ

હવામાન વિભાગની આગાહીના વાત કરીએ તો ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ વરસાદની રડારમાં છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જેવા વિસ્તારોમાં ફરીથી વરસાદ પડશે. આ ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, અમરેલી અને દીવમાં પણ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની નહીં પણ છૂટા-છવાયા ઝાપટા પડે તેવી આગાહી આપવામાં આવી છે.

READ  Sabarkantha : Fire breaks out in farms, wheat crop destroyed

આ પણ વાંચો:  ગુજરાતના આ ગામના લોકો ઈયળોના ત્રાસથી પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે!

3 અને 4 જૂલાઈએ ફરીથી એકવાર વરસાદનું ભારે આગમન થઈ રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે વરસાદ ગુજરાતમાં યથાવત રહેશે. આમ આ દિવસોથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે કુટુંબ અંગે કે મિલકતને લગતી બાબતોની ચર્ચા કરવાથી બચવું

 

[yop_poll id=”1″]

 

Ahmedabad : Fire brigade teams sanitized all police station across the city

FB Comments