વરસાદને કારણે ઘટી શાકભાજીની આવક, ભાવમાં 30થી 35 ટકાનો તોતિંગ વધારો

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. તેનાથી જનજીવન તો અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ આ ભારે વરસાદની અસર ભોજનની થાળી પર પણ પડી રહી છે. કારણ એ છે કે, આ વરસાદમાં શાકભાજીના ટ્રકો અટવાયા છે. અને એટલે જ શાકભાજીના ભાવમાં થયો છે વધારો.

ભારે વરસાદ આવી પણ અસર કરશે તેવી કલ્પના ઘણા ઓછો લોકોએ કરી હોય. પરંતુ મુશળધારે મોંઘવારી વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં જળતાંડવ જેવી સ્થિતિ છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. આ સંજોગોમાં શાકભાજીના પાકને ખૂબ નુકસાન થયું છે. બીજી તરફ જે પાક થયો, તે વરસાદમાં અટવાઈ ગયો છે. પરિણામે શાકભાજીના ભાવમાં એક જ દિવસમાં 30થી 35 ટકાનો વધારો નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતના સરથાણા અગ્નિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે 2 અધિકારીની કરી ધરપકડ

ટામેટાનો ભાવ 35થી 40 પર પહોંચ્યો છે. તો ફુલાવર 14થી 19 રૂપિયે કિલો થયું છે. કોબીજનો ભાવ 28થી 30 રૂપિયે કિલો છે. તો કોથમીર 100થી 120. ગવાર 32થી 35 લીંબુ 32થી 37 રૂપિયે કિલો. આદુનો ભાવ 140થી 150 થયો છે. તો ભીંડા 25થી 30 રૂપિયે કિલો મળી રહ્યા છે.

 

READ  રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર કોંગ્રેસના નેતાએ જ ઉઠાવ્યો સવાલ, પ્રિયંકા વાડ્રાને લઈને આપ્યું મહત્વનું નિવદેન

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments