સમગ્ર ગુજરાત પર મેઘરાજા મહેરબાન, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ યથાવત, જુઓ VIDEO

સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેધ મહેર યથાવત છે. જામનગરમાં થોડા દિવસોથી વરસાદી વાતાવરણ બનેલુ રહે છે. એવામાં જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામનગરમાં 24 કલાકમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો છે. અને તાલુકા મથકે 16 મીમી વરસાદની નોંધણી થઇ છે. સમગ્ર વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જામનગરમાં પડેલા સાંબેલાધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ અને અનુકૂળતાભર્યો હશે

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે આગ અને પાણીથી તકેદારી રાખવી

અમેલી જિલ્લામાં પણ સતત વરસાદ શરૂ છે. રાજુલા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવકાની સૂરજ વડી નદીમાં પૂર આવ્યું છે. નદીમાં જળ સ્તર વધતા કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. પૂરને કારણે પાલીતાણા તરફના રૂટ પર પણ અસર થઈ છે. જ્યારે સાવરકુંડલામાં પણ મેધરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાવલી નદીમાં નવા નીરની આવક થઈ હતી. બોટાદ ગઢડા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગઢડાની મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. સુરેન્દ્રનગરમાં પણ વરસાદ શરૂ થયો છે. તેમજ ગોંડલમાં પણ મેધમહેર યથાવત છે. ભારે પવન સાથે વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.

READ  બનાસકાંઠા: ટિકટોક પર પ્રતિબંધ! ઠાકોર સેનાએ ટિકટોક સામે બાયો ચડાવી ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments