VIDEO: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાની બેટિંગ, નવા નીરની આવક થતા નદીઓ ગાંડીતૂર

Rain 2

દક્ષિણ ગુજરાતને છેલ્લા 4 દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે નદીઓમાં સતત નવા નીરની આવક થતા નદીઓ ગાંડીતૂર બની છે. ડાંગમા વઘઈ નજીક ખાપરી, અંબિકા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તો નદીઓ તોફાની બનતા અનેક સ્થળો પર રસ્તાઓ અને પુલનું ધોવાણ થયું છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. બીજી બાજુ ભારે વરસાદ બાદ અનેક ગામ બેટમાં ફેરવાયા છે. અને ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. તો નવસારીમાં પણ હજુ સુધી વરસાદી પાણીનો નિકાલ થયો નથી.

READ  દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વરસાદથી પ્રસરી ઠંડક, સોનીપતમાં કરા પડ્યા

આ પણ વાંચોઃ કાશ્મીરમાં ઓગસ્ટ ક્રાંતિઃ રાજ્યસભામાં બિલ પાસ થતાની સાથે મહેબુબા મુફ્તી અને ઉમરની ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નીચાણવાળા વિસ્તારોમાં 24 કલાક બાદ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. જેને કારણે જીવન-જરૂરિયાતની વસ્તુઓ વગર લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ પૂરમાં ફસાયેલા લોકોનો બચાવ કરવા એરફોર્સ બચાવ કાર્યમાં જોતરાયુ છે. અને હેલિકોપ્ટરની મદદથી પાણીમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Madhya Pradesh governor Anandiben Patel's biography "Karma Yatri" launched

[yop_poll id=”1″]

 

 

FB Comments