ઉત્તરાયણ પર ઘાયલ પશુ-પક્ષીઓ જુઓ તો તરત ફોન કરજો આ હેલ્પલાઈન નંબર્સ પર

injured bird

પતંગની દોરીથી ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા કરાયું વિશેષ આયોજન. ડૉક્ટરથી લઈને ઓપરેશન ટેબલ અને ઇન્ટરેક્શન વિભાગ પણ તૈયાર કરાયો.

ઉત્તરાયણ પર્વ આવતા આકાશમાં કાપ્યો છે… લપેટની ગૂંજો સંભળાતી હોય છે. જે ગૂંજ વચ્ચે અબોલ પશુ પક્ષીઓ પતંગની દોરીમાં ગૂંચવાઈ જતા હોય છે. જેમાંથી કેટલાક ઘાયલ તો કેટલાક મોતને ભેટતા હોય છે. જે પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર જાગૃતિ અભિયાન ચલાવે છે. સાથે જ ખાનગી સંસ્થા અને એનજીઓ પણ આ કાર્યમાં જોડતી હોય છે. ત્યારે આ વર્ષે પણ પાંજરાપોળમાં આવેલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દવારા ઘાયલ પશુ પક્ષીઓને તરત સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે.

READ  પતંગ ચગાવો- સેલ્ફી ખેંચો અને TV9 ગુજરાતી પર જુઓ તમારો ફોટો, જાણો કેવી રીતે
ઘાયલ પક્ષીઓને બચાવવાનો પ્રયાસ
ઘાયલ પક્ષીઓને બચાવાનો પ્રયાસ

કેવું કરાયું છે આયોજન?

જીવદયા સંસ્થા અબોલ પશુ અને પક્ષીઓને સારવાર આપવા માટે કામ કરે છે. ત્યારે સ્વાભાવિક છે કે ઉત્તરાયણ પર્વે તે સંસ્થામાં સૌથી વધુ ઘાયલ પશુ પક્ષીઓ આવે. તેમજ દર વર્ષે ઘાયલની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળતો હોય છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સંસ્થામાં 10 ટેબલ વધારાયા છે. જ્યારે ડૉક્ટરની ટીમમાં પણ વધારો કરાયો છે.

હેલ્પ લાઈન નંબર પરથી પણ કરી શકાય છે. સંપર્ક 9924419194

 

ટ્રસ્ટીની વાત માનીએ તો દર વર્ષે ઘાયલ પશુ પક્ષીઓના જે કેસ પેન્ડિંગ રહે છે તેને જોતા સુવિધા અને વ્યવસ્થામાં વધારો કર્યો છે.

વર્ષ 2015 થી 2018ના આંકડા જોઈએ તો 2015માં 2808

READ  Saurashtra University makes mistake in B-com 5th sem Question Paper-Tv9

2016માં 3173

2017માં 3252

2018માં 3149 કોલ જીવદયા સંસ્થામાં નોંધાયા.

જેમાં 2015થી 2017 દરમિયાન ઘાયલ પશુ પક્ષીઓની સંખ્યા અને મોતના આંકડામાં વધારો જોવા મળ્યો. અને આ તો માત્ર જીવદયા સંસ્થાનો જ આંકડો છે. બાકીની સંસ્થા અને સરકારી આંકડા મેળવીએ તો તે આંકડો પણ ચિંતાનો વિષય કહી શકાય.

 

એટલું જ નહીં પણ જીવદયા સંસ્થા દ્વારા શહેરીજનોમાં પશુ પક્ષી ઘાયલ ન થાય અને જો ઘાયલ થાય તો ત્યારે તેને કઈ રીતે સારવાર આપવી તેની જાગૃતિ લાવવા ગત વર્ષે ઇનરેક્શન એરિયા પણ શરૂ કર્યો હતો. જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળતા ચાલુ વર્ષે પણ ઇન્ટરેક્શન એરિયા જોવા મળ્યો છે. જેની મોટી સંખ્યામાં શહેરીજનો મુલાકાત પણ લઈ રહ્યા છે.

READ  TV અને ફિલ્મ જગતની અભિનેત્રીએ PM Modiને Twitter પર કર્યો આવો સવાલ

જો હેલ્પ લાઈન નમ્બરની વાત કરીએ તો,

સરકારી હેલ્પ લાઈન નંબર 1962

ફાયર બ્રિગેડ નમ્બર 101

ઇમરજન્સી નંબર 108

જીવદયા નંબર 9924419194

એ ઉપરાંત, જીવદયા સંસ્થા સિવાય અન્ય સંસ્થાઓ અને લોકો છે જે આ દિવસોમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવારની સેવા આપે છે. જો તમારા ધ્યાનમાં આવું કોઈ પણ પક્ષી આવે તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો.

મોબાઈલ નંબર- 9429410108 અને 9898402525

 

[yop_poll id=591]

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192