
બોલીવુડની ડ્રિમ ગર્લ હેમા માલિની મથુરાથી ભાજપના સાંસદ છે. આ વખતે પણ પાર્ટીએ તેમણે રિપીટ કરીને ટિકીટ આપી છે.
મથુરાથી ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને હેમા માલિનીને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની ટિકીટ મળવાથી હેમા માલિનીએ સોમવારના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી ફોર્મ ભર્યૂં હતું. હેમા માલિનીએ ઉમેદવારી નોંધાવીને એક નિવેદનમાં પોતે જ આગામી સમયમાં ચૂંટણી નહીં લડે તેની જાહેરાત કરી દીધી છે.
હેમા માલિનીએ કહ્યું ‘આ મારો છેલ્લી ચૂંટણી છે. હું આ પછી કોઈ ચૂંટણી નહીં લડું અને પછી સંગઠનમાં જ રહીને લોકોની સેવા માટે કામ કરવા માગું છું. વર્ષોથી મારું સ્વપ્ન હતું કે હું મથુરા માટે કંઈક કરી શકું. છેલ્લાં 5 વર્ષોમાં મેં ઘણુંબધું કરવાની કોશિશ કરી છે. હજી ઘણુંબધું કરવાનું બાકી રહી ગયું છે. આશા રાખું છું કે અહીંયાની જનતા મને એ પણ કરવાનો મોકો આપશે. હું આ નગરીને કૃષ્ણના સમયની જેમ જ ભવ્ય અને દિવ્યનગરી બનાવવા માગું છું’