પોળમાં પતંગ ચગાવવાનું તમારું અધૂરું સપનુ આ ઉત્તરાયણ પર થશે પૂરું, પતંગ-દોરી સાથે ઉંધિયુ-પૂરી અને ડીજેની મજા પણ, VIDEO

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ધૂમ રહે છે. અને તેમાં પણ પોળની ઉત્તરાયણની તો મજા જ કંઈક ઓર હોય છે. ઉત્તરાયણની ઉજવણી માટે વિદેશથી પણ લોકો અહીં આવે છે. અને તેમાંના મોટા ભાગની ડિમાન્ડ રહે કે પોળની ઉત્તરાયણ તો માણવી જ પડે. પણ એવામાં જો પોળમાં કોઈ ઓળખીતું ન હોય તો નિરાશ થવું પડે. જોકે આ વર્ષે એવું નહીં થાય, કારણ કે તમે ઉત્તરાયણ માટે પોળનું ધાબું ભાડે લઈ શકો છો.

ઉત્તરાયણને પતંગ ટૂરિઝમમાંમાં પરિવર્તિત કરવામાં જૂના અમદાવાદમાં રહેતા લોકોનો ઘણો ફાળો છે. ખાડિયા અને રાયપુર જેવા વિસ્તારોમાં જોવા મળતી ઉત્તરાયણની વાત જ કંઈક ખાસ હોય છે.

શું છે કાઈટ ટૂરિઝમ?

જૂના અમદાવાદમાં 14 અને 15 જાન્યુઆરી ઉત્તરાયણની ધૂમ રહે છે. આ ઉજવણી માટે પતંગોના શઓખીનોને પોળના ઘરોની છત પરથી પતંગ ચગાવવા મળે છે. ન માત્ર પતંગ ચગાવવા માટે પરંતુ અહીં ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેમ કોઈ ટૂરનું પેકેજ હોય છે તેવી જ રીતે ઉત્તરાયણમાં પોળના ઘરની છતનું પણ પેકેજ તમે ખરીદી શકો છો. જેમાં 5-6 કલાક પતંગ ચગાવવાનું તેમજ સાથે શુદ્ધ ગુજરાતી ભોજન પીરસવામાં આવે છે.

શું-શું હોય છે આ પેકેજમાં?

જુઓ VIDEO:

જૂના અમદાવાદમાં આ રીતના પેકેજીસ રૂ.1500થી શરૂ કરીને રૂ.2000 સુધીના મળે છે જેમાં અનલિમિટેડ ગુજરાતી ફૂડ અને અનલિમિટેડ પતંગ-દોરી આપવામાં આવે છે. પેકેજની શરૂઆત થાય છે સવારની મસાલા ચા સાથે. ત્યારબાદ બ્રેકફાસ્ટમાં ગુજરાતની જાણીતી તલસાંકળી, સિંગ પાક અને ચવાણું આપવામાં આવે છે. ત્યારબાદ છત પર જ મહેમાનોને બોર, જામફળ અને બીજા ફળો આપવામાં આવે છે. લંચમાં ઉંધિયું, જલેબી, પૂરી અને કચોરીની વ્યવસ્થા કરવામાં આવે છે.

પતંગનો પેચ લડાવતા પણ શીખવાડાય છે.

કાઈટ ટૂરિઝમમાં માત્ર પતંગ, ધાબુ, દોરી અને ખાવાનું જ નથી મળતું પરંતુ બીજાના પતંગને કેવી રીતે કાપવાનો તેવી કલાકારી પણ શીખવાડવામાં આવે છે. તેના માટે કેટલાક યુવાનો ધાબા પર હંમેશાં રહે છે જેથી લોકોને શીખવાડી શકાય.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ પણ વાંચો: ઉત્તરાયણ પર ગુજરાતના એક શહેરમાં 100થી વધુ બ્રિજ બની જાય છે યમદૂત, કમિશ્નરે લગાવ્યો 2 દિવસનો બૅન

ઉત્તરાયણ ઈન પોલ નામથી શરૂ કરાયેલા પેકેજમાં ડીજેનો પણ સમાવેશ થતો હોય છે. કાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા વ્હોટ્સએપ અને ફેસબૂક પર ઘણાં ગ્રૂપ્સ પણ બની ગયા છે. જેમાં ફોટો અને લોકેશન પ્રમાણે પેકેજના અલગ અલગ ભાગ હોય છે. સાથે જ કોર્પોરેટ કંપનીઓ પણ આ પ્રકારના પેકેજમાં રસ દાખવી રહી છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Jayanti Bhanushali murder case: SIT seizes two revolvers - Tv9

FB Comments

Hits: 747

Comments are closed, but trackbacks and pingbacks are open.