સ્માર્ટ ફોન નહીં હવે ‘સ્માર્ટ વીંટી’ કરશે તમારું કામ સરળ

Smart Ring_Tv9

Smart Ring_Tv9

મોબાઇલ ટેકનોલોજી બાદ હવે નવું ડિવાઇસ બજારમાં આવી રહ્યું છે. જે તમારાં સ્માર્ટ ફોન, ઘડિયાળ, બ્લુટુથ ડિવાઇઝ જેવી તમામ પ્રોડક્ટસને એક જ ઝટકામાં દૂર કરશે.

તાજેતરમાં એક એવું ડિવાઇઝ બજારમાં આવ્યું છે જે લાગશે તમને રિંગ પણ વાસ્તવમાં તેમાં મોબાઇલ ફોનના તમામ ફીચર્સ હશે એટલું જ નહીં બ્લૂટૂથમી મદદ વગર તમે કોલ પર વાત પણ કરી શકશો.

એટલું જ નહીં આ રિંગમાંથી તમે Google Assistant/Siri ના કમાન્ડ પણ એકસેસ કરી શકશો.

તો આ રિંગમાં એલાર્મનો પણ ફીચર આપવામાં આવ્યો છે. સાથે સાથે જ તમે કેટલાં પગલાં ચાલ્યા છો, જેના માટે હાલમાં ઘણાં ફિટનેસ બેન્ડનો તમે ઉપયોગ કરો છો તે પણ પહેરવાની જરૂર રહેશે નહીં. આ રિંગમાં એ ફીચર પણ આવી જશે.

આ પણ વાંચો:  તમારા કામમાં જો facebook થઇ રહ્યું છે બાધા રૂપ, તો તમારાં માટે આ ફીચર થશે ખૂબ જ લાભકારક

કોઈ પણ પેમેન્ટ કરવા માટે જે રીતે કાર્ડનો ઉપયોગ કરવો પડે છે તેમ આ રિંગમાં કાર્ડનું એકસેસ પણ આપવામાં આવ્યું છે. જેથી કાર્ડની જરૂર વગર સીધી રિંગની મદદથી જ પેમેન્ટ પણ કરી શકશો.

હાલમાં મહિલા સુરક્ષા કે SOS, ઇમરજન્સી સેવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ અહીંથી સરળતાથી ઉપયોગ કરી શકાશે. તો બીજી તરફ તમારી પસંદગીના ગીતને પણ તમે હાથના મૂમેન્ટથી ચેન્જ કરી શકશો. તેમજ આ ડિવાઇસ રિંગ વોટર પ્રૂફ પણ હશે.

ભારતીય બજારમાં આ પ્રકારની રિંગ ટૂંક સમયમાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે મોબાઇલનું નવું રૂપ ધારણ કરશે તો ખોટું નહીં.

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

A'bad:Case of man abducted for money collection; Investigation reveals that the man was not abducted

FB Comments

TV9 Web Desk6

Read Previous

₹260 કરોડનું ફૂલેકુ ફેરવનાર કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ

Read Next

બટાકાની છાલ કચરો નહીં, પણ છે બીમારીઓનો અક્સીર ઈલાજ!

WhatsApp પર સમાચાર