વાહ ભાઈ વાહ : દેશના આ રાજ્યમાં ખેડૂતો બટાકાને પિવડાવી રહ્યા છે ‘દારૂ’ અને થઈ રહ્યા છે માલામાલ, કેમ અને કેવી રીતે ? વાંચો રસપ્રદ અને સાચી ખબર

દારૂ પીવો ભલે આરોગ્ય માટે હાનિકારક છે, પરંતુ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં બટાકાના બંપર ઉત્પાદન માટે મથુરાના ખેડૂતો દેશી દારૂનો છંટકાવ કરી રહ્યાં છે.

ખેડૂતોનો દાવો છે કે દારૂનો છંટકાવ કરવાથી પાકને જંતુઓ અને ઝાકળથી બચાવી શકાય છે. જોકે કૃષિ વૈજ્ઞાનિકો આ નુસ્ખાને માત્ર પૈસાની બર્બાદી ગણાવી રહ્યાં છે. તમનું માનવું છે કે આનાથી પાક પર કોઈ અસર નહીં પડે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મથુરાના યમુના પાર વિસ્તારમાં બટાકાનું મબલખ ઉત્પાદન થાય છે અને આ વખતે પણ ખેડૂતોએ લગભગ 16 હજાર એકરમાં બટાકાનું પાક વાવ્યું છે.

હવામાનમાં ફેરફાર અને તાપમાનમાં ઘટાડા બાદ પાકને ઝાકળ અને જંતુથી બચાવવા માટે ખેડૂતો આજ-કાલ પોતાના પાકમાં દવાઓનો છંટકાવ કરી રહ્યાં છે. બીજી બાજુ બટચાકાના સારા પાક માટે ખેડૂતો દેશી દારૂને જિબ્રેલિક એસિડમાં મેળવી છંટકાવ કરી રહ્યાં છે.

પોતાના ખેતોમાં છંટકાવ કરી રહેલા ખેડૂત ગુલાબ સિંહને જ્યારે પાક પર દેશી દારૂ છંટકાવ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે દારૂનો છંટકાવ કરવાથી બટાકામાં કોઈ રોગ નથી લાગૂ પડતો, જંતુઓ વગેરેથી બચાવ થાય છે. સાથે જ તેનાથી બટાકાની અંદર ફુલાવપણું પણ આવે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ખેડૂતોનું માનવું છે કે દારૂના છંટકાવથી પાક પર કોઈ અવળી અસર નથી પડતી, ઉલ્ટાનું બટાકા ઝડપથી પાકે છે અને તેનાથી ખેડૂતને જ ફાયદો થાય છે.

ખેડૂત ગુલાબ સિંહે કહ્યું કે પ્રતિ એકરના હિસાબે જિબ્રેલિક એસિડમાં દેશી દારૂનો એક ક્વૉર્ટર મેળવી છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

બીજી બાજુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મથુરાના પ્રમુખ તથા વરિષ્ઠ વૈજ્ઞાનિક એસ. કે. મિશ્રાના જણાવ્યા મુજબ આલ્કોહલનો પાક પર છંટકાવ કરવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેમણે કહ્યું કે ખેડૂતો જેને દારૂના કારણે બટાકાના પાકમાં ગ્રોથ સમજી રહ્યાં છે, હકીકતમાં તે જિબ્રેલિક એસિડના કારણે થાય છે.

એસ. કે. મિશ્રાએ કહ્યું કે જિબ્રેલિક એસિડ છોડના ગ્રોથને વધારે છે. બટાકા અને પાન બંનેની સાઇઝને વધારે છે.

તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે બટાકાના મબલખ ઉત્પાદન માટે જિબ્રેલિક એસિડનો પ્રયોગ કરો, પરંતુ દારૂનો પ્રયોગ ન કરો. તેમણે કહ્યું કે આ માત્ર પૈસાની બર્બાદી છે.

[yop_poll id=510]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Girsomanth : 8 injured in lightning in Kodinar's Anandpur | Tv9GuajratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

અપહરણ, દુષ્કર્મ અને છુટકારો !! 11 વર્ષીય બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરનાર 2ની ધરપકડ

Read Next

VIRAL કેટલું રિઅલ ? શું PM મોદી ખાલી ટ્રેન તરફ જોઈને અભિવાદન કરી રહ્યા હતા ?

WhatsApp પર સમાચાર