ભારતે પાકિસ્તાનનો MFN દરજ્જો પાછો ખેંચતા પાકિસ્તાન બનશે વધુ કંગાળ, ખરબો રૂપિયાનું નુક્સાન સહન કરવું પડશે પાકિસ્તાને

જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ઘણો વધી ગયો છે. 

આ હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બોલાવાયેલી કેબિનેટ કમિટી અને સિક્યોરિટીની બેઠકમાં પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લેવાનો નિર્ણય કરાયો છે. ભારતના આ પગલાથી કંગાળ અને દેવામાં ડૂબેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગી શકે છે.

અહીં એ કહેવું ખૂબ જરૂરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012ના આંકડાઓ પ્રમાણે, આશકે 2.60 બિલિયન ડૉલરનો વેપાર થાય છે. એનામાં પાકિસ્તાનને ભારત સાથે કારોબારી રીતે ઘણું નુક્સાન ઉઠાવવું પડશે.

આવો, જાણીએ શું છે મોસ્ટ ફેવર્ડ નેશનનો અર્થ અને તેનું મહત્ત્વ

મોસ્ટ ફેવર્ડ નેશનનો અર્થ છે કે સૌથી વધુ પ્રાથમિક્તા અપાતો દેશ. MFNનો દરજ્જો મળ્યા બાદ જે તે દેશને આ વાતનું આશ્વાસન રહે છે કે તેને કારોબારમાં કોઈ નુક્સાન નહીં પહોંચાડાય. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમોના આધારે બિઝનેસમાં સૌથી વધુ પ્રાથમિક્તા ધરાવતા દેશને એમએફએનનો દરજ્જો આપવામાં આવે છે.

WTO બનવાના એક વર્ષ બાદ ભારતે પાકિસ્તાનને 1996માં MFNનો દરજ્જો મળ્યો હતો. પરંતુ પાકિસ્તાન તરફથી ભારતને આવો કોઈ દરજ્જો નથી અપાયો.

આ દરજ્જાથી કયા દેશને શું લાભ થાય છે?

આ દરજ્જો 2 દેશોના મધ્ય કારોબારમાં આપવામાં આવે છે. તે અંતર્ગત બંને દેશો એકબીજાને આયાત અને નિકાસમાં વિશેષ છૂટ આપે છે. વિશ્વ વ્યાપાર સંગઠનના સદસ્ય દેશ ખુલ્લા વ્યાપાર અને બજારના નિયમોથી બંધાયેલા છે પરંતુ MFNના નિયમો અંતર્ગત દેશોને વિશેષ છૂટ આપવામાં આવે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણી વસ્તુઓનો થાય છે કારોબાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમેન્ટ, ખાંડ, રૂ, શાકભાજી, ઓર્ગેનિક કેમિકલ, ડ્રાયફ્રૂટ્સ, મિનરલ ઓઈલ, સ્ટીલ જેવી કમોડિટીઝ તેમજ વસ્તુઓનો કારોબાર ભારત-પાક વચ્ચે થાય છે.

આ પહેલા પણ થઈ ચૂકી છે સમીક્ષા

આ પહેલા 2016માં ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ મીટિંગ થઈ ગતી જેમાં પાકિસ્તાનને અપાયેલા MFN દરજ્જાની સમીક્ષા કરાઈ હતી. ઉરી હુમલા પહેલા પણ આ માગ થતી રહી કે પાકિસ્તાન પાસેથી આ દરજ્જો છીનવી લેવાય. જોકે ભારત તરફથી તે દરજ્જાને કાયમ રખાયો હતો.

[yop_poll id=1453]

A youth found murdered near Kotdasangani, Rajkot - Tv9

FB Comments

TV9 Web Desk3

Read Previous

પુલવામા હુમલાને લઈને ગુજરાતમાં ભડક્યો વિરોધ, લોકોએ આતંકવાદીના પૂતળા બાળીને કરી બદલાની માગણી

Read Next

સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ કરવા પહેલાં આ પરિસ્થિતિઓ પર જરૂર વિચાર કરવો પડશે

WhatsApp chat