‘ફેની’ વાવાઝોડાને લઈને હાઈ-એલર્ટ, સ્કુલ અને કોલેજો બંધ

‘ફેની’ વાવાઝોડાએ વિકરાળ રૂપ લઈ લીધું છે અને ભારતના પૂર્વ કિનારાના વિસ્તારોમાં આવી રહ્યું છે. તેને લઈને હવામાન વિભાગ, NDRF સહિત બધી જ રાહત અને બચાવ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

સેનાને પણ તૈયાર રાખવામાં આવી છે. આ વાવાઝોડું સૌથી પહેલા ઓડિશાના કિનારે ટકરાઈ શકે છે. તે દરમિયાન ભારે વરસાદ થશે અને પવન પણ વધારે હશે. કિનારાવા0ળા વિસ્તારોમાં રહેતા લોકોને ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપવાામાં આવી છે.

 

READ  વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છતા પણ સરકારી બસ નહીં જ દોડે, જુઓ VIDEO

‘ફેની’ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુના વિસ્તારોમાં આવવાની સંભાવના છે. ‘ફેની’ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશામાં પડશે. તેનાથી ઓડિશાના લગભગ 10 હજાર ગામ અને 52 શહેરમાં અસર પડશે.

ગૃહમંત્રાલય પ્રમાણે પૂર્વ કિનારાના વિસ્તારોમાં 8 લાખ 20 હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર પોંહચાડવામાં આવી રહ્યાં છે. જ્યારે લગભગ 3 લાખ 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ પોંહચાડવામાં આવી ચૂક્યા છે. તે સિવાય સ્કૂલ, કોલેજ, અને સરકારી કાર્યાલયોને બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર શુક્રવાર બપોર પહેલા ‘ફેની’ વાવાઝોડુ ઓડિશાના કિનારે આવી શકે છે. ત્યારે આ વાવાઝોડુ મોટુ રૂપ પણ લઈ શકે છે.

READ  બંગાળની ખાડીમાં ફની સાઈકલોનનો ખતરો, ઘણા રાજયોમાં હિટવેવની શક્યતા

ભૂવનેશ્વર અને કોલકત્તા એરપોર્ટ બંધ

ત્યારે ઓડિશાના ભૂવનેશ્વર એરપોર્ટ અને પશ્ચિમ બંગાળના કોલકત્તા એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે. એર ટ્રાફિક કંટ્રોલના કલીયરન્સ પછી બંને એરપોર્ટ શરૂ કરવામાં આવશે. જ્યારે ભદ્રક-વિજિયાનગરમ સેકશનની કોલકત્તા-ચેન્નાઈ રૂટની બધી જ ટ્રેનો 4 મે સુધી રદ કરવામાં આવી છે. કુલ 223 ટ્રેનોને રદ કરવામાં આવી છે. રેલવે મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર પણ ચાલુ કરવામાં આવ્યા છે.

READ  ઓડિશામાં અમિત શાહનો મોટો હુમલો, કહ્યું કે અંગ્રેજી બોલતા મુખ્યમંત્રીને ચૂંટીને ફરીથી ભૂલ ના કરો

 

Reality of roads in AWARD WINNING city Surat | Tv9GujaratiNews

FB Comments