ચર્ચિત શીના બોરા હત્યાકાંડ: બોમ્બે હાઈકોર્ટે પીટર મુખર્જીને 5 વર્ષ બાદ આપ્યા જામીન

Top cop Rakesh Maria makes shocking revelations about Sheena Bora case in book 'Let Me Say It Now'

ચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં ઈંદ્રાણી મુખર્જીના પૂર્વ પતિ પીટર મુખર્જીની જામીન અરજી મંજૂર રાખવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતાં જામીન અરજી પર મહોર મારી છે. મુખર્જી પર આરોપ છે કે તેમને પોતાની પત્ની ઈંદ્રાણીના પહેલાં પતિની દીકરી શીનાને મારવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ઈંદ્રાણીને પણ આરોપી બનાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

high-court-grants-bail-to-peter-mukherjee-after-five-years-in-sheena-bora-murder-case

આ પણ વાંચો :  રાજકોટ જેતપુરમાં સાડી કારખાનાના મશીનમાં યુવક ફસાઈ જતાં નિપજ્યું મોત

READ  અમદાવાદઃ વિસ્મય શાહ હિટ એન્ડ રનનો કેસ, 2013માં બનેલી ઘટનાનો ચુકાદો આવે તેવી શક્યતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલાં ડિસેમ્બરમાં પણ સીબીઆઈએ ઈંદ્રાણી મુખર્જીની પણ જામીન અરજી ફગાવી દીધી હતી. ચાર પીટર મુખર્જી 5 વર્ષથી જેલમાં છે. બોમ્બે હાઈકોર્ટે જામીન આપતી વખતે પ્રથમ દ્રષ્ટિએ કોઈ પૂરાવા તેમની સામે ન હોવાથી આ જામીન અરજીને મંજૂર કરી છે. પીટર મુખર્જીને મેડિકલ સારવારના લઈને આ રાહત આપવામાં આવી છે. આ સિવાય 2 લાખ રુપિયા જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે. જામીન મળશે તે દરમિયાન પીટર પોતાના બાળકો રાહુલ અને વિધિ સાથે સંપર્ક કરી શકશે નહીં. જસ્ટિસે નોંધ્યું કે જ્યારે શીનાની હત્યા થઈ ત્યારે તેઓ ભારતમાં જ નહોતા.

READ  ગાંધીનગર: લોકરક્ષક ભરતીમાં અનામત કેટેગરીની મહિલાઓનું પ્રદર્શન, મંજૂરી વગર રેલી કરતા પોલીસે મહિલાઓની કરી અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું છે સમગ્ર મામલો?

high-court-grants-bail-to-peter-mukherjee-after-five-years-in-sheena-bora-murder-case
પીટર અને ઈંદ્રાણી

શીના બોરા હત્યાકાંડ મામલે ઈંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી આરોપી છે. તેઓ 2015ના વર્ષથી જેલમાં બંધ છે. બંનેને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. હાલ શીના બોરા મામલે સીબીઆઈની ટ્રાયલ ચાલી રહી છે. આ ઘટના વચ્ચે ઈદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જીના ડીવોર્સ પણ થઈ ગયા છે. મુંબઈ ફેમિલી કોર્ટે આ ડીવોર્સને મંજૂરી પણ આપી દીધી છે. શીનાની હત્યા 24 એપ્રિલ, 2012ના રોજ કરવામાં આવી હતી. આમ પાંચ વર્ષ બાદ પીટર મુખર્જીને સારવારના નામે કોર્ટે જામીન આપી છે.

READ  Budget 2020: સંસદ ભવનમાં કેબિનેટની મીટિંગ, થોડીવારમાં નાણાપ્રધાન બજેટ રજૂ કરશે

 

Oops, something went wrong.
FB Comments