દુનિયાના સૌથી હાઈ-ટૅક CCTV લાગશે 26 જાન્યુઆરીની પરેડમાં, વેશ બદલીને ઘૂસનારા આતંકવાદીઓને ‘પળવાર’માં જ ઓળખી લેશે, દુનિયાના માત્ર 4-5 દેશો કરી રહ્યાં છે આ ટેક્નિકનો ઉપયોગ

26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડનું આયોજન કરવામાં આવે છે જ્યાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી સાથે ભારતીય સેનાની ત્રણેય પાંખો પોતાની શક્તિનું પ્રદર્શન પણ કરે છે. આ આયોજનની વચ્ચે દેશવિરોધી તત્વોને પકડવા તેમજ ત્યાં આવેલી ભીડની સલામતી માટે વિવિધ પગલા લેવામાં આવતા હોય છે.

આ વર્ષે 26મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડમાં એવા 30 કેમેરા લગાવવામાં આવશે જે તરત જ પોલીસના ડેટાના આધારે ભીડમાં રહેલા કુખ્યાત ગુનેગાર, આતંકવાદીઓને પારખી લેશે.

READ  હડતાળ: રિક્ષાચાલકોને RTOનું આશ્વાસન, કહ્યું પ્રશ્નો ઉકેલવા માટે તંત્ર પ્રયત્નશીલ

આ કેમેરા કાર્યક્રમ સ્થળના પ્રવેશદ્વાર, વીઆઈપી મંચ અને પ્રાંગણમાં લગાવવામાં આવશે. ડેટાના આધારે આ કેમેરા શંકાસ્પદોની ઓળખ કરીને તે સંદેશો તાત્કાલિક કંટ્રોલરુમને મોકલી આપશે.

સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના જણાવ્યા મુજબ આ કેમેરામાં શંકાસ્પદો અને દેશની સુરક્ષાને હાનિ પહોંચાડી શકે તેવા તમામનો ડેટા ઘણાં સમયથી એકત્રિત કરવામાં આવ્યો છે. આ કેમેરાને ‘ફેસ રિકનાઈઝ્ડ’  કેમેરા તરીકે ઓળખવામાં આવે છે.

READ  લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કરી આ મોટી જાહેરાત, જુઓ VIDEO

આ પણ વાંચો: સમજો EVMની કામ કરવાની સંપૂર્ણ સિસ્ટમ અને જાણો કેમ તેને હૅક નથી કરી શકાતું

ઉલ્લેખનીય છે કે દર વર્ષે દિલ્હી પરેડની સુરક્ષાને લઈને લગભગ 200 CCTV કેમેરા લગાવવામાં આવતા જેમાં હવે નવા વધુ 50 કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેમેરાની સાથે સુરક્ષામાં 10 હજારથી વધુ પોલીસજવાનો સહિત વિવિધ એજન્સી સુરક્ષા કર્મચારીઓ હાજરી આપશે.

READ  શિવરાજસિંહે ચૌહાણે જ્યોતિરાદિત્યનું ભાજપમાં કર્યુ સ્વાગત, જુઓ VIDEO

[yop_poll id=739]

Relief for Rajkot : 10 out of 10 patients tested negative for coronavirus

FB Comments