આધુનિક અભિગમથી શાકભાજીની ખેતી, જુઓ VIDEO

મિત્રો ખેતી તો ઘણા બધા ખેડૂતો કરતા હોય છે. પરંતુ સમયે સમયે પાકનાં વાવેતરમાં વિવિધતા લાવીને જમીન અને આવક આ બંન્નેમાં ઉન્નતિ કરી શકાય છે. ખેડૂત વિવિધ તાલિમ તેમજ પ્રેરણા પ્રવાસ કરીને ઘણું બધુ શીખી શકે છે. ઘણી નવી પધ્ધતિઓ અપનાવી શકે છે, આ બાબત સિધ્ધ કરી છે ગીર સોમનાથનાં પ્રભાસ પાટણનાં ધરતીપુત્ર ભરતભાઇ ગઠીયાએ. તો ચાલો આધુનિક અભિગમથી શાકભાજીની ખેતી કરતા આ ધરતીપુત્રની સફળતાનું રહસ્ય જાણીએ.

READ  VIDEO: ભારે વરસાદથી વધી પડાપાદર ગામના લોકોની મુશ્કેલી વધી, જીવના જોખમે વિદ્યાર્થીઓ કરે છે નદી પસાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જો તમારી પાસે AIRTELનું પ્રી-પીઈડ કાર્ડ છે તો આ સમાચાર જાણવા જરૂરી છે, નહિતર પછતાશો

ભરતભાઇ મરચાનું વાવેતર કર્યું હતું. તેમાં ઉત્પાદન પણ સારૂ મળવા લાગ્યું. મરચાનાં છોડ પરિપક્વ થયા બાદ તે જ જમીનમાં સાથે આંતરપાક તરીકે તેમણે કારેલા વાવ્યા. મરચાનાં છોડ પર કારેલાનાં વેલા ચડાવવાથી કારેલાની વેલ માટે મંડપ બનાવવાનો ખર્ચ પણ તેમને નહિં કરવો પડે. તેમણે પહેલા જ્યાં ટેટીનું વાવેતર કર્યું ત્યાર પછી ત્યાં હજારીગોટાનાં ફુલનું વાવેતર કર્યું જેથી જમીન ખેડવાનો ખર્ચ બચ્યો. તે પાકનાં વાવેતરનું આયોજન જ એ રીતે કરે છે કે એક ખેડ કર્યા પછી તે જમીનમાં બે કે ત્રણ પાકનું ક્રમબધ્ધ રીતે વાવેતર કરી શકાય. આ પ્રકારની યુક્તિઓ અપનાવી તે ખર્ચમાં ઘટાડો કરે છે.

READ  ગીરસોમનાથઃ સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં કૂદકા મારતા યુવાનોનો VIDEO થયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments