ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં દૂધ અને ટામેટાના ભાવમાં વધારો થયો હતો હવે પાક.માં પેટ્રોલનો ભાવ જાણીને ચોંકી જશો

14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી પાકિસ્તાન મોંઘવારીની માર સહન કરી રહ્યું છે. આ હુમલાથી પાકિસ્તાનની આર્થિક સ્થિતી ખુબ નબળી પડી છે.

મોસ્ટ ફેવર્ડ નેશન(MFN)નો દરજ્જો છીનવીને અને ભારત દ્વારા પાકિસ્તાનથી આયાત થતા બધા જ સામાન પર 200% ભાવવધારો કરવાથી પાકિસ્તાનને ઝટકો લાગ્યો હતો. હવે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પોંહચ્યા છે.

 

પાકિસ્તાનની આર્થિક સમન્વય સમિતિ(ECC)ને પેટ્રોલના ભાવમાં 9 રૂપિયાનો વધારો પ્રતિલીટરનો વધારાની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં 1 લીટર પેટ્રોલની કિંમત 99 રૂપિયાથી વધીને હવે 108 રૂપિયા પ્રતિ લીટર પર પોંહચી ગઈ છે. ત્યારે ડીઝલની કિંમતમાં 4.89 રૂપિયા પ્રતિલીટર સુધી વધી છે.

READ  વિંગ કમાન્ડર અભિનંદને 6 મહિના પછી મિગ-21થી ઉડાન ભરી

તેની સાથે જ કેરોસિનની કિંમતમાં 7.46 રૂપિયા પ્રતિલીટર વધી છે. પાકિસ્તાનમાં 1 લીટર દૂધની કિંમત 180 રૂપિયા લીટર સુધી પોંહચી ગઈ હતી, ત્યારે ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કીલોએ પોંહચ્યા હતા.

આ પણ વાંચો: ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પીવાના શુદ્ધ પાણીની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેસ્યા, ડૉક્ટરોએ કહ્યું શુગર લેવલ વધુ છે

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાતેલની કિંમતોમાં થઈ રહેલા વધારાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ પેટ્રોલની કિંમતમાં 14 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કરવાની માંગ કરી હતી પણ એવું થયું નહી. વડાપ્રધાન ઈમરાન ખાને આ મામલો આર્થિક સમન્વય સમિતિની પાસે મોકલ્યો હતો. ત્યારબાદ 9 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

READ  પુલવામા હુમલાના પગલે હવે આગ્રાના ઉદ્યોગકારો નહીં મગાવે પાકિસ્તાનથી ચામડું, પાકિસ્તાનને લાગ્યો કરોડોનો ઝટકો

IMFની ટીમ ઈસ્લામાબાદ પોંહચી હતી. આ ટીમ પાકિસ્તાનને 800 કરોડ ડૉલરની મદદ કરવા માટે વિચાર કરવા માટે આવી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને ચીન સહિત અન્ય મિત્ર દેશોથી 910 કરોડ ડૉલરની મદદ મળી ચૂકી છે.

 

Oops, something went wrong.
FB Comments