કોરોનાના વધતા કેસને અટકાવવા આ રાજ્યએ 30 જૂન સુધી લોકડાઉનની કરી જાહેરાત

HP extend lockdown till 30 june

કોરોના વાઈરસની મહામારી વચ્ચે દેશમાં 31મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે હિમાચલપ્રદેશ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને 1 મહિના માટે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. 31મે બાદ કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય લે તે પહેલાં જ હિમાચલપ્રદેશે 30 જૂન સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં હોવાથી સરકારે આ જાહેરાત કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Breaking News: ન રહ્યા બોલિવુડના 'પાનસિંહ તોમર', અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન

Questions raised over Gujarat's Corona testing policy

આ પણ વાંચો :  અમદાવાદ: લૉકડાઉને બદલી જિંદગી, BBAની ડિગ્રી ધરાવતી યુવતીએ ફળની લારી પર શરૂ કર્યું ફ્રૂટનું વેચાણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેટલાં કોરોના વાઈરસના કેસ છે હિમાચલ પ્રદેશમાં?
હિમાચલપ્રદેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઓછું છે. જો કે કેસમાં વધારો થઈ રહ્યો છે. હિમાચલપ્રદેશમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 203 છે. જ્યારે આ વાઈરસના લીધે 3 લોકોનો જીવ ગયો છે. જો કે 63 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા પણ આપવામાં આવી છે. હાલ રાજ્યમાં એક્ટિવ કોરોના વાઈરસના કેસની સંખ્યા 137 છે.

READ  સરહદ પર ચીન સાથે તણાવ વધતા કૈલાસ માનસરોવર યાત્રા નહીં યોજાય તેવી સંભાવના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઉતરોઉતર વધારો થઈ રહ્યો છે. કુલ કેસની સંખ્યા 1 લાખ 38 હજારના આંકને પણ પાર પહોંચી ગઈ છે. એવા રાજ્યો જ્યાં કોરોના વાઈરસના એકપણ કેસ નહોતા ત્યાં લોકડાઉનમાં રાહત આપ્યા બાદ કેસ સામે આવી રહ્યાં છે. અરુણાચલમાં દિલ્હીથી પરત ફરેલાં લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે રાજ્ય દ્વારા કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે.

READ  VIDEO: ભાવનગરમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા, કુલ આંક 49 પર પહોંચ્યો

 

Oops, something went wrong.

 

FB Comments