હનુમાનજીને ‘સાન્તા’ ક્લૉઝના કપડાં પહેરાવતા થયો વિવાદ, જુઓ VIDEO

દેશભરના મંદિરોમાં ભગવાનને વિવિધ વાઘા પહેરાવવાનો રિવાજ છે. એમાં પણ તહેવારોમાં ભગવાન માટે અલગ પ્રકારના વાઘા તૈયાર કરવામાં આવે છે. આવી જ રીતે, સુપ્રસિદ્ધ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીને લાલ કલરનો ઝભ્ભો અને માથા પર ટોપી એટલે કે સાન્તા ક્લોઝ જેવા દેખાતા વાઘા પહેરાવવામાં આવ્યા હતા જેને લઈને વિવાદ સર્જાયો.

સામાન્ય રીતે કષ્ટભંજન હનુમાનજીને સિઝન પ્રમાણે અલગ અલગ વાઘા પહેરવામાં આવે છે. એમાં પણ હાલ શિયાળાની મોસમ છે ત્યારે મંદિર સંચાલકોએ સિઝનને અનુરૂપ ગરમ કપડાં પહેરાવ્યા હતા જે સાન્તા ક્લોઝ જેવા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ વિવાદ સર્જાયો. સોશિયલ મીડિયાની પોસ્ટ વાયુવેગે ફેલાતા લોકો એવું સમજ્યા હતા કે હનુમાનજીને ખ્રિસ્તી ધર્મના કપડાં પહેરાવવામાં આવ્યા હતા.

READ  જે ભારતીય પાયલૉટ અભિનંદન વર્તમાનને પાકિસ્તાને પોતાના કબજામાં રાખ્યો છે, જાણો છો તેમનો પરિવાર શું બોલ્યો ?

જુઓ વીડિયો:

એટલું જ નહીં, કેટલાક હિંદુ સંગઠનો મેદાનમાં પણ ઉતરી આવ્યા. જોકે, વિવાદ વધતા મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાનજીના વાઘા તાત્કાલિક બદલી દેવામાં આવ્યા હતા. સાળંગપુર મંદિરના વિવેકસાગર સ્વામીનું કહેવું છે કે આ વાઘા વિદેશથી કોઈ હરિભક્તે મોકલાવ્યા હતા.

જુઓ વીડિયો:

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હનુમાનજીને પહેરાવાયા સાન્તાક્લોઝના વાઘા !
અમેરિકાથી આવ્યા હનુમાનજીના કપડાં ?
કષ્ટભંજન દેવના વાઘાને લઈને વિવાદ
તસવીર સોશિયલ મીડિયામાં થઈ વાઈરલ
વિવાદ થતાં બદલી કઢાયા વાઘા
હિંદુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

READ  Flood caused around ₹860Cr loss to farmers of Banaskantha &Patan-Tv9 Gujarati

આ પણ વાંચો: 20 કરોડથી વધારે વ્યૂઝ સાથે ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીએ મેળવ્યું વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન

વિદેશના હરિભક્તે મોકલાવ્યા વાઘા
મંદિર ટ્રસ્ટે વાઘા બદલી કાઢ્યા

[yop_poll id=404]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Maharashtra Assembly Polls; Ghatkopar (west) BJP candidate Ram Kadam shows confidence of victory

FB Comments