અરવલ્લીમાં સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના ચિન્હોની ટાઇલ્સ લગાવતા વિવાદ

Hindu religious symbols on toilet tiles leads to controversy in Aravalli

અરવલ્લીમાં સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના ચિન્હો ધરાવતી ટાઇલ્સ લગાવતા વિવાદ ઉભો થયો છે. વિવાદ બાદ તંત્રએ ટાઇલ્સ ઉખાડી દીધી છે. અને આ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીએ આ મુદ્દે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ LRD પરીક્ષાનો વિવાદઃ બિન-અનામત વર્ગની માગણીઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન

વાત કરીએ સમગ્ર ઘટનાની તો, ભાજપના જિલ્લા મંત્રી કનુ પરમારને કોઈએ માહિતી આપી હતી કે, અમન સખી મંડળે જે શૌચાલય બનાવ્યું તેમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કર્યો છે. માહિતી બાદ તેમણે આ અંગેની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તરત જ ટાઇલ્સ કાઢી લેવામાં આવી. અને આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

READ  PM Ujala scheme forces villagers to pay double charges for LED bulbs-Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments