VIDEO: અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ માટે મંજૂરીની મહોર લગાવી

અયોધ્યામાં કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. દેશની સૌથી મોટી અદાલતે રામ મંદિર નિર્માણ માટે મંજૂરીની મહોર લગાવી દીધી છે. અનેક મહિનાઓની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદીત તમામ 2.77 એકર જમીનને રામજન્મભૂમિ ન્યાસને સોંપવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં આગામી 3 મહિનામાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનો પણ આદેશ કર્યો છે.

READ  રામ મંદિર અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ...આ તારીખે SC સંભળાવશે ચુકાદો

આ પણ વાંચોઃ  દેશના સૌથી જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો

આ ટ્રસ્ટને મંદિરના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉત્તર પ્રદેશની સરકાર મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપશે. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને ફગાવ્યો છે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ASIના રિપોર્ટને ખુબ મહત્વ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ASIના રિપોર્ટમાં મસ્જિદનો ઉલ્લેખ નહીં. અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો છે. તેના પર કોઇ વિવાદ નથી. સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો 5-0ની બહુમતીથી આપ્યો છે. એટલે સુપ્રીમ કોર્ટના તમામ પાંચ ન્યાયધીશોએ એકમત થઇને આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

READ  અયોધ્યા કેસમાં 92 વર્ષના આ વકીલ જેમની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments