11મી સદીમાં ‘આશાપલ્લી’ નામે ઓળખાતું અમદાવાદ!

નવા વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્ણાવતી રાગ છેડ્યો છે. અગાઉ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે નિવેદન આપ્યું હતું અને નવા વર્ષે મુખ્યપ્રધાને અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા મુદ્દે વિચારણા કરાશે તેવું નિવેદન આપ્યું છે. જોકે આ મુદ્દો છેલ્લા ઘણાં વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે અને આજે મુખ્યપ્રધાને આ અંગે નિવેદન આપી કહ્યું છે કે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવશે. ત્યારે વાત કરીએ અમદાવાદ શહેરના ઈતિહાસની…

READ  Bike rider died after being hit by Car on Kapodra overbridge, Surat

ahmedabad

11મી સદીમાં આશાપલ્લી નામે ઓળખાતું અમદાવાદ
અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે જ્યારે તે આશાપલ્લી કે આશાવલના નામથી ઓળખાતું હતું. અણહીલવાડના સોલંકી રાજા કર્ણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને તેની સામે વિજય મેળવી કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી. જ્યાં કર્ણાવતીની સ્થાપના થઈ હતી તે વિસ્તાર હાલ મણિનગર પાસે આવેલો છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું. ત્યારબાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવી મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી ‘અહમદાબાદ’ રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું.

FB Comments

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*