હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય હવે દારૂની મહેફિલ માણતા ઝડપાયો

અમદાવાદના ચકચારી BMW હિટ એન્ડ રન કાંડનો આરોપી વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે. ગાંધીનગરમાં અડાલજ નજીક આવેલી બાલાજી કુટીરના બંગલા નંબર 6માં ગાંધીનગર એલસીબીની ટીમે રેડ પાડી આ મહેફિલનો પર્દાફાશ કર્યો હતો. આ બંગલો વિસ્મય શાહના સંબંધી આશિષ શાહનો છે.

બંગલામાં દારૂની મહેફિલ ચાલતી હતી કે જેના પર ગાંધીનગર એલસીબીએ દરોડો પાડીને છ લોકોની ધરપકડ કરી લીધી. ઝડપાયેલા આરોપીઓમાં વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ, જાણીતા બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા, ચિન્મય પટેલ, હર્ષિત મજુમદાર અને મિમાંશા બુચનો સમાવેશ થાય છે. આ તમામ છ આરોપીઓ ક્રિસમસની પાર્ટી કરતા હતા.

READ  સ્વચ્છતાને લઈ રેલવે વિભાગ દ્વારા ઉજવાયો સ્વચ્છતા પખવાડા, અનેક લોકોએ લીધો ભાગ

જુઓ વીડિયો:

ગાંધીનગર એલસીબીએ સ્થળ ઉપરથી દારૂની 7 બોટલો, બીયરના 8 ટીન અને સાત હુક્કા જપ્ત કર્યા છે. દારૂની મહેફિલની સાથે હુક્કા પાર્ટીનો પણ કેસ અલગથી નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓના અડાલજ સીએચસીમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે..,, મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓને ગાંધીનગર કો્ટમાં રજૂ કરવામાં આવશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=340]

READ  Banaskantha: Cow stabbed to death near Manpur of Danta, 4 detained - Tv9

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Delhi violence: Uneasy calm in northeast district, toll mounts to 28| TV9News

FB Comments