વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO

પ્રતિકાત્મક તસવીર

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન છે. ગોરજ ગ્રામ પંચાયતના પોપડીયાપુરા ગામે લોકો 1 કિલોમીટર દૂર કોતરમાં વીરડા ખોદીને પાણી ભરે છે. ગંદુ અને ડહોળુ પાણી હોવા છતાં ગ્રામજનો ન છૂટકે પીવા માટે ઉપયોગ કરે છે. જેના લીધે બાળકો બિમારીનો ભોગ પણ બને છે. 400 લોકોની વસતી ધરાવતા પોપડીયાપુરા ગામમાં પંપ અને પાણીની ટાંકી છે પરંતુ પાણી આવતું જ નથી.

READ  Scam in purchase of shoes & socks for students, Surat - Tv9 Gujarati

આ પણ વાંચો: વડાપ્રધાન સહિત 58 પ્રધાનોની શપથવિધિ બાદ આજે નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, આજે નક્કી થશે કોને કયું ખાતું મળશે?

ગામમાં લગ્ન કે મરણ પ્રસંગે પાણીની જરૂરિયાત વધારે હોય ત્યારે લોકો ચિંતામાં મૂકાઈ જાય છે. સરકારી તંત્ર વહેલી તકે પોપડીયા પુરાની પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવે તેવી લોકોની માગણી છે.વારંવાર વહીવટીતંત્રને જાણ કરવા અને રજૂઆત કરવા છતાં અધિકારીઓ ગામ પર આવીને કાર્યવાહી કરી જાય છે. કેટલીકવાર અધિકારીઓ આવીને પાણીનો પંપ ચાલુ કરીને જાય છે પરંતુ  બે દિવસમાં પંપમાં પાણી આવતું બંધ થઈ જાય છે.

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે અનુકૂળ સમય નથી

FB Comments