VIDEO: રાજ્યકક્ષાના હોકી ખેલાડીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ, આપઘાતનું કારણ અકબંધ

વડોદરામાં એક આશાસ્પદ હોકી ખેલાડીએ આપઘાત કરી લીધો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ટીમ વતી રાષ્ટ્રીયસ્તરે રમતાં વડોદરાનાં યુવાન હોકી ખેલાડીનાં આપઘાતથી ગમગીની છવાઈ છે. વડોદરાનાં મકરપુરા વિસ્તારમાં રહેતાં વિવેક પાંડે નામનાં 22 વર્ષીય યુવાને શહેરનાં માંજલપુર વિસ્તારમાં આવેલા પોતાનાં એક મિત્રનાં ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

 

MSયુનિ.માં BAનાં બીજા વર્ષનો વિદ્યાર્થી વિવેક વાસ્તવમાં એક હોનહાર હોકી ખેલાડી હતો. વડોદરાનાં માંજલપુર આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી હોકી એકેડમીમાં છેલ્લાં 5 વર્ષથી તે હોકીની તાલીમ લઈ રહ્યો હતો. આ દરમ્યાન તે કમરદર્દ જેવી નાની મોટી શારીરિક તકલીફોથી પીડાતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VMCએ ભ્રષ્ટ અધિકારીઓ સામે કરી લાલ આંખ,15 જેટલા અધિકારીઓને ફટકારી કારણદર્શક નોટિસ

અંતે છેલ્લે વિવેકને શરીર સાથ ન આપતું હોવાનું તેની માતાને જણાવી તેનાં મિત્રનાં ઘરે જઈને આત્મહત્યા કરી લીધી હતી. એકનો એક પુત્ર ગુમાવતાં પરિવારનાં માથે પણ આભ તૂટી પડ્યું છે. પિતાને એ સમજ નથી પડી રહી કે તેમનાં પુત્રએ આવું કેમ કર્યું!? હોકીને પોતાનું જીવનમાની હોકીને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વિવેક વડોદરામાં પોતાનું ઘર હોવાં છતાં માંજલપુર ખાતે એકેડમીની હોસ્ટેલમાં રહેતો હતો.

READ  અમદાવાદમાં આ વિસ્તાર બન્યાં છે કોરોના વાઈરસના હૉટ સ્પોટ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતની રાષ્ટ્રીય હોકી ટીમમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કરવાનાં સપના સાથે મહાન હોકી પ્લેયર અને કોચ ધનરાજ પિલ્લાઇનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહેલાં વિવેક પાંડેએ આ દરમ્યાન રાષ્ટ્રીય સ્તરે અનેક મેચો રમી અને ગુજરાતને સિલ્વર મેડલ પણ અપાવ્યો. સેન્ટર ફોરવર્ડનાં સારા હોકી ખેલાડી એવાં વિવેકે એકાએક આ રીતે જીવન ટૂંકાવતાં તેનાં કોચને પણ એક સારા હોકી ખેલાડીને ગુમાવવાનો વસવસો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટની APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

ભારતીય ટીમ વિશ્વમાં ટોપની હોકી ટીમ મનાય છે. જેથી હવે દેશમાં સારા ક્રિકેટરની સાથે યુવાનો એક સારા હોકી ખેલાડી બની દેશ માટે રમવાનું સ્વપ્ન સેવી રહ્યાં છે. વડોદરાનાં વિવેકનું પણ આવું જ એક સપનું હતું. પરંતુ ડિપ્રેશનમાં આવી જઈ લીધેલાં આપઘાતનાં પગલાંએ નેશનલ ખેલાડી વિવેકની સાથે સાથે તેનાં માતા પિતાનાં સપનાઓ પણ ચકનાચૂર કરી નાંખ્યાં છે.

આ પણ વાંચો: દિલ્હીમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની બેઠક, શિવસેનાને સમર્થન આપવા મુદ્દે સમીક્ષા

FB Comments