આજે કયા સમયે કરશો હોળીકાનું દહન જેથી તમને થશે વિશેષ લાભ, હોળીકા દહનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અંગેની માહિતી

ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂનમની તિથિ પર સમગ્ર  દેશમાં હોળીના તહેવારની ઉજવણી આજે કરવામાં આવશે. જ્યારે રંગોના આ તહેવારના એક દિવસ  હોળીકા દહન પછી કરવામાં આવે છે. હોલિકા દહન કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હોળીકા પૂજા અને દહન સમયે પરિક્રમાને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આવો ત્યારે જાણીએ કેટલીક ખાસ બાબતો વિશે

હોળીકા દહનનું મુહૂર્ત : 21.05 થી 23.31 કલાક સુધી

READ  આજનું રાશિફળઃ આજના દિવસે ખર્ચનું ધ્યાન રાખવા સિવાય કોઈની સાથે વાદ-વિવાદ કરવાથી નુકસાન પહોંચી શકે છે

પૂનમ તિથિનો આરંભ : 10.44 (20 માર્ચ)

પૂનમ તિથિનો અંત : 07.12 (21 માર્ચ)

21 માર્ચ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે

હોળીકા દહન સમયે ધ્યાન રાખવાની બાબતો :

  • હોળીકા દહનનું મુહૂર્ત-20મી માર્ચે બુધવારે રાતે 9:05 અને 11:31 વચ્ચે હશે
  • પૂર્ણિમાના અંતિમ ભાગમાં એટલે ભદ્રા રહિત કાળમાં થશે.
  • હોળીકા દહનનો સમય સાંજનો રાખવામાં આવ્યો છે
  • હોળીકા દહન પહેલા પૂજા કરવી. પછી ગંગાજળથી સ્થાન પવિત્ર કરવું.
  • પૂજામાં દીવો, ધૂપ, એક ફૂલોની માળા, શેરડી, ચોખા, કાળા તલ, કાચો સૂતર, પાણીનો લોટો, પાપડ ચઢાવવા.
  • હોળીકા દહન ગાયના છાણાં અને લીમડાના ઝાડના લાકડાથી પ્રગટાવવી. પૂજામાં હનુમાનજી અને શીતળા માતાને નમન કરવું.
  • નાળિયેર ગોળા, સુપારી અને સિક્કાનો ઉપયોગ કરો. નાળિયેર બાળકોની બુદ્ધિમાં વધારો કરે છે અને દિમાગને તેજ કરે છે. જ્યારે સોપારી ખરાબ આદતો અને ખરાબ વિચારોથી દૂર રાખે છે.
  • હોળી દહનના બીજા દિવસે એટલે કે ઘુળેટીના દિવસે હોલિકા દહનના સ્થાને એક લોટો ઠંડું પાણી રેડવું.
READ  સુરતની એક સરકારી શાળામાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીઓ બેઠી ધરણા પર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર વિરોધ દર્શાવ્યો, જુઓ VIDEO

PM Modi leaves for Kevadia colony, to perform Maa Narmada Poojan | Tv9GujaratiNews

FB Comments