દિલ્હીમાં હિંસા કરવા માટે ઉત્તરપ્રદેશથી 300 લોકો આવ્યા હતા: ગૃહપ્રધાન અમિત શાહ

home minister amit shah in lok sabha answer on delhi violence congress oppose delhi ma hinsa karva mate UP thi 300 loko aavya hata HM Amit Shah

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દિલ્હી હિંસાથી જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે સૌથી પહેલા આ હિંસા દરમિયાન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું અને તેમના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરૂ છું.

 

READ  VIDEO: ગુજરાતમાં મોટા આતંકી હુમલાની ચેતવણી, HM અમિત શાહ, CM રૂપાણી પર હુમલાની ધમકી

ગૃહપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસમાં જે પ્રકારે દેશ અને દુનિયામાં આ હિંસાને પ્રસ્તુત કરવામાં આવી રહી છે અને આજે પણ ગૃહમાં જે પ્રકારે રાખવાનો પ્રયત્ન થયો છે. હું મોટા સંયમની સાથે તેને સ્પષ્ટ કરવા ઈચ્છુ છુ પણ જ્યારે હિંસાની વાત હોય અને પોલીસ મેદાનમાં ઝઝુમી રહી હોય અને તેને તપાસ કરી આગળ પણ તેના તથ્યોને કોર્ટની સામે રાખવાના છે તો તે સમયે આપણે વાસ્તવિકતાને સમજવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કર્ણાટકમાં આજે બહુમતીનો દિવસ, જાણો સરકાર રચવા માટે ભાજપને કેટલા ધારાસભ્યોની જરૂર?

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે 27 તારીખથી અત્યાર સુધી 700થી વધારે FIR દાખલ કરવામાં આવી છે. દિલ્હીમાં હિંસા ફેલાવવા માટે 300થી વધારે લોકો ઉત્તરપ્રદેશથી આવ્યા હતા. આ એક મોટું કાવતરૂં હતું. શાહે કહ્યું કે દિલ્હી પોલીસના માથે સૌથી મોટી જવાબદારી હિંસા રોકવાની હતી. 24 ફેબ્રુઆરી 2020એ 2 વાગ્યાની આસપાસ પ્રથમ સુચના પ્રાપ્ત થઈ હતી અને અંતિમ સુચના 25 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે પ્રાપ્ત થઈ. દિલ્હી પોલીસે 36 કલાકમાં હિંસાને સમાપ્ત કરવાનું કામ કર્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોના દર્દીની લાશ મળવાનો કેસ, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

 

 

ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે હું બીજા દિવસે ત્યાં ગયો, જ્યાં સુધી કોઈ ઘટના થઈ નહતી. હું સાંજે 6.30 વાગ્યે ત્યાં ગયો અને આગળના દિવસે શ્રીમાન ટ્રમ્પના જેટલા પણ કાર્યક્રમ હતા, તે કોઈ પણ કાર્યક્રમમાં હું ગયો નહીં. તમે મારી પર સવાલ ઉઠાવી શકો છો અને તમારો એ અધિકાર છે પણ તથ્યોની સાથે તોડફોડ કરવાનો કોઈને પણ અધિકાર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.
FB Comments