ગૃહ પ્રધાન તરીકે અમિત શાહ પ્રથમ વખત કાશ્મીરની મુલાકાતે, અમરનાથ યાત્રા સહિત ખાસ મુદ્દે કરશે ચર્ચા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. ગૃહ પ્રધાન તરીકે કાશ્મીરમાં આ પહેલી મુલાકાત છે. કાશ્મીરમાં અમિત શાહ રાજ્યની સુરક્ષા અને પરિસ્થિતિનું નિરક્ષણ કરશે. સાથે વિકાસના કામોની પણ સમીક્ષા કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ VIDEO: નવી અને જૂની મગફળીના તેલના ભાવમાં વધારો થતા પ્રજાને મોંઘવારીનો વધુ એક ઝટકો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શ્રીનગરમાં યોજાનારી બેઠકમાં આંતરીક્ષ સુરક્ષા સાથે અમરનાથ યાત્રાની વ્યવસ્થા પર પણ ચર્ચા કરવામાં આવશે. માહિતી મુજબ અમિત શાહ બાબા અમરનાથની ગુફાના દર્શન માટે પણ જઈ શકે છે. મહત્વનું છે કે, અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ અને 15 ઓગસ્ટ સુધી યથાવત્ રહેશે. અમિત શાહના અન્ય કાર્યક્રમ પર નજર કરીએ તો 30 જૂને એક દિવસ માટે કાશ્મીરની ઘાટી વિસ્તારમાં પણ જશે. તો સાથે ભાજપના કાર્યકરો અને પંચાયત સદસ્યોને અલગ-અલગ સંબોધન કરશે. તો માહિતી પ્રમાણે અમિત શાહ રાજ્યના ગર્વનર સત્યપાલ મલિકની પણ મુલાકાત કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમરનાથ યાત્રાના પગલે યાત્રીકોની સુરક્ષા માટે ગૃહ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. IEDના ખતરાને લઈ BDTની ટીમને બમણી સંખ્યામાં તેનાત કરી દીધી છે. 40 એક્સપર્ટને ખાસ ટ્રેનિંગ સાથે યાત્રીકોની સુરક્ષામાં લગાવી દેવાયા છે. તો સાથે CCTV કેમેરા અને ડ્રોન પણ મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે. ગૃહ વિભાગે આ માટે 55 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

FB Comments

TV9 Webdesk12

Read Previous

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓનું ગુંડારાજ, LIVE ટીવી શો દરમિયાન પત્રકારને માર્યો માર, જુઓ VIDEO

Read Next

VIDEO: જમ્મુ-કાશ્મીરની અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ અને શિવભક્તો માટે ખુશખબર

WhatsApp પર સમાચાર