નાગરિકતા સંશોધન બિલને લઈ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, મુસ્લિમ સમુદાય ચિંતા ન કરે, કોઈ ડરાવે તો ડરશો નહીં આ નરેન્દ્ર મોદી સરકાર છે

home minister amit shah speaking on citizenship amendment bill in rajya sabha citizenship amendment bill ne lai HM amit shah e kahyu ke muslim community chinta na kare koi darave to darsho nahi aa narendra modi sarkar che

રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરતા કહ્યું કે ઘણા લોકો દ્વારા ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે કે આ બિલ મુસ્લિમ સમુદાયની વિરૂદ્ધમાં છે. આ દેશના મુસ્લિમ સમુદાય માટે બિલમાં કોઈ ચર્ચા કે ચિંતાનો ઉલ્લેખ નથી, પછી તે કોની ચિંતા કરી રહ્યા છે?

ગૃહપ્રધાને કહ્યું કે આ બિલમાં અમે 3 પાડોશી દેશોના ધાર્મિક અલ્પસંખ્યકોને સંરક્ષણ આપીને તેમને નાગરિક બનાવવાની પ્રક્રિયાનું સંશોધન લઈને આવ્યા છે. સાથે જ અમે પૂર્વોત્તરના રાજ્યોના અધિકારોની સુરક્ષાની જોગવાઈઓ પણ લાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોઈ રાજ્ય CAA અને NPR લાગુ કરવાનો ઈનકાર કરે તો? જાણો અમિત શાહનો જવાબ

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આ દેશના મુસ્લિમ સમુદાય નાગરિક છે અને રહેશે, કોઈ ચિંતાનો વિષય નથી. જે લોકો આવ્યા છે તેમને જીવવાનો હક્ક મળવો જોઈએ કે નહીં? લઘુમતી અને મુસ્લિમ સમુદાય ચિંતા ન કરે, કોઈ ડરાવે તો ડરશો નહીં આ નરેન્દ્ર મોદી સરકાર છે. વધુમાં ગૃહપ્રધાને કહ્યું કે જે લોકો કહી રહ્યા છે કે અમે વોટ બેન્કની રાજનીતિ કરી રહ્યા છીએ, હું તે બધા સાથીઓને કહેવા માગુ છે કે અમે ચૂંટણી પહેલા જ આ ઈરાદો દેશની સામે રાખ્યો હતો, જેને દેશની જનતાએ સમર્થન આપ્યું છે.

READ  નાગરિકતા કાયદો: જામિયા બાદ JNUના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પોલીસ હેડક્વાટર્સને ઘેર્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે આજે હું એક ઐતિહાસિક બિલ લઈને ગૃહમાં ઉપસ્થિત થયો છું. આ બિલની જોગવાઈમાં લાખો કરોડો લોકો જે નર્કની યાતનાનું જીવન જીવી રહ્યા છે, તેમને નવી આશા બતાવવાનું આ બિલ છે.

READ  Video: 20રૂ.ના ખર્ચે બનાવો પાકને નુકશાન કરતી જીવાતોના નાશ માટે સ્ટીકી ટ્રેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Army jawans intensify foot patrolling on Modi-Trump road show route | Tv9

FB Comments