ચૂંટણી પરિણામમાં હિંસાની આશંકાને લઈને ગૃહ મંત્રાલય એક્શનમાં, તમામ રાજ્યોને આપ્યા દિશા-નિર્દેશો

23મેના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી પ્રક્રિયા સમગ્ર ભારતમાં યોજાવાની છે. આ બાબતે કોઈ અણબનાવ ન બને અને વ્યવસ્થા જળવાઈ તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ કરી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બધા જ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાઓને એલર્ટ કરી દેવાયા છે અને 23મેના રોજ જે મત ગણતરી યોજાવાની છે તેમાં કોઈપણ પ્રકારનો અણબનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાકીદ કરાઈ છે.

READ  Demonetisation drive hits tourism - Tv9 Gujarati

 

 

આ પણ વાંચો:  લોકસભાની 78 સીટ નક્કી કરશે દેશની સત્તા, જાણો આ સીટો પર કઈ પાર્ટીઓ છે મજબૂત?

અર્લટમાં રાજ્યોને જણાવાયું છે કે 23મેના રોજ જ્યારે મત ગણતરીની પ્રક્રિયા યોજાવાની છે ત્યારે દેશના વિભિન્ન રાજ્યોમાં દંગાઓ ભડકી શકે છે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી છે. આમ દેશમાં કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને દિશા-નિર્દેશો મોકલ્યા છે.

READ  Check out what 'Devanshi' fame Helly Shah shopped for Diwali - Tv9 Gujarati

 

HowdyModi! : Preparations of the mega event in full swing,PM to address over 50,000 Indian-Americans

FB Comments