DSP દેવેન્દ્રસિંહના આતંકવાદી સાથેના સંબંધને લઈને તપાસ NIAને સોંપાઈ

handed-over-probe-nia-dsp-devender-singh-jammu-kashmir-terrorist-link

જમ્મુ કાશ્મીરમાં DSP દેવેન્દ્ર સિંહને લઈને વિવાદ વધી રહ્યો છે. ગૃહ મંત્રાલયે આ તપાસ એનઆઈએને સોંપી છે. જેને લઈને એનઆઈએની ટીમે જમ્મુ કાશ્મીરમાં ધામા નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે DSP દેવેન્દ્ર સિંહે જ આતંકવાદીઓને આશરો આપ્યો હતો. તેને રોકાવા માટે તેમના જ ઘરમાં વ્યવસ્થા કરી આપી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે આ કામ માટે મોટી રકમ DSPએ લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈમાં પોલીસ મથકની સામે ઈડલી વેચનારો લોકોને શૌચાલયમાંથી ભરી-ભરીને પાણી પીવડાવે છે, જુઓ ચોંકાવનારો VIDEO

the-arrested-dsp-davinder-singh-had-done-a-deal-of-12-lakh-with-the-terrorist-in-jammu-kashmir

આ પણ વાંચો :   ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્, જાણો ગુજરાતમાં ઈજાગ્રસ્ત થવાના કેટલા કેસ નોંધાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બંને આતંકવાદીઓ મુજાહિદ્દીન સાથે સંબંધ ધરાવે છે. તેના નામ નાવેદ બાબૂ અને અલ્તાફ બાબૂ છે. શ્રીનગરના બાદામી બાગમાં બંને આતંકીઓને રહેવાની વ્યવસ્થા ડીસીપી દેવેન્દ્રસિંહે કરી આપી હતી. જો કે આ મામલે કોઈ નોટિફિકેશન સરકારે જાહેર કર્યું નથી. DSP દેવેન્દ્રસિંહ પર વોચ રાખવામાં આવી રહી હતી અને બાદમાં તેમને આતંકવાદીઓની સાથે જ ઝડપી લેવાયા છે.

READ  કાશ્મીર: પરીક્ષાના એક દિવસ પહેલાં જ આતંકવાદીઓએ સ્કૂલને આગ લગાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

11 જાન્યુઆરીના રોજ જ્યારે તેઓ પોતાના ઘરથી આઈ-10 ગાડીમાં સવાર થઈને નીકળી છે. ત્યારે તેમની પાછળ એક ટીમ હતી અને જવાહર ટનલ પાસે પોલીસે તેમને ઘેરીને હિજબુલના બે આતંકવાદીઓની સાથે ઝડપી લીધા હતા. તેમની પર 12 લાખ રુપિયા લેવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. બાદમાં ગૃહ મંત્રાલયે આ કેસમાં ક્યાં ક્યાં DSPની સંડોવણી છે અને કેટલા આતંકીઓની સાથે સંબંધ છે તે અંગે વધારે જાણકારી મેળવવા માટે તપાસ એનઆઈએને સોંપી છે.

READ  કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે લોકોએ કરી ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ VIDEO

 

 

TV9 Headlines @ 11 am: 18-02-2020| TV9News

FB Comments