શોરૂમાંથી રૂપિયા 65 હજારનું નવુ એક્ટિવા લીધુ અને પોલીસે રૂપિયા 1 લાખનો મેમો ફટકાર્યો

આ તસવીર પ્રતિકાત્મક છે.

નવા મોટર વ્હીકલ એક્ટને લાગૂ થયાના 20 દિવસ થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ઘણા લોકોને હજારો અને લાખો રૂપિયાના ટ્રાફિક મેમો સામે આવી ચૂક્યા છે પણ હાલમાં એક રસપ્રદ દંડ સામે આવ્યો છે. જેમાં એક નવા સ્કૂટરની કિંમતથી પણ વધારે દંડ લગાવવામાં આવ્યો છે. આ મામલો ઓડીશાનો છે. જ્યા બ્રાન્ડ ન્યૂ હોન્ડા એક્ટિવાને પોલીસે પોતાના કબજામાં લઈ લીધુ અને એક્ટિવાના માલિક સાથે પૂછતાછ કર્યા પછી ડીલરશિપ પર સીધા 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ તસવીર પ્રતિકાત્મક છે.

હોન્ડા એક્ટિવાને ભૂવનેશ્વરથી 28 ઓગસ્ટે ખરીદવામાં આવ્યુ હતુ. 12 સપ્ટેમ્બરે આ એક્ટિવાને કટકમાં નિયમિત ચેક પોસ્ટ પર સડક પરિવહન અધિકારીઓ દ્વારા રોકવામાં આવ્યું. ત્યારબાદ જોવામાં આવ્યુ કે એક્ટિવા પર રજિસ્ટ્રેશન નંબર નથી. ત્યારે RTOએ ડીલર પર રજિસ્ટ્રેશન પ્લેટ ન લગાવવા પર લગભગ 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો. દંડ નવા મોટર વ્હીકલ અધિનિયમ મુજબ લગાવવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રેપોરેટમાં ઘટાડો થતા લોન ધારકોને EMIમાં કુલ......રૂપિયાની થશે બચત, કોઈ બેંક લાભથી વંચિત રાખે તો કરી શકો છો આ કામ

તે સિવાય RTOએ ભૂવનેશ્વરના અધિકારીઓને ડીલરશિપનું ટ્રેડ લાઈસન્સ રદ કરવા માટે કહ્યું છે. તેમને કોઈ ડોક્યુમેન્ટ વગર એક્ટિવા કેવી રીતે ડિલીવર કર્યુ. ભારતમાં તમામ નવા વાહનોને રજિસ્ટ્રેશન નંબર, ઈન્શ્યોરન્સ અને PUCની જરૂરિયાત હોય છે. જેને ગ્રાહકોને વાહન આપતા પહેલા ડીલરશિપ દ્વારા આપવાના હોય છે. આ કોઈ નવો નિયમ નથી પણ લાંબા સમયથી છે. નવા મોટર વ્હીકલ એક્ટની સાથે દંડની રકમ પણ વધારવામાં આવી છે.

READ  દેશમાં સૌથી ઓછી ઉંમરના મહિલા સાંસદ ચંદ્રાણી મુર્મૂની કહાની સાંભળીને તમે પણ ગર્વ કરશો, 17મી લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદો પોતાનું પ્રતિનિધિત્વ કરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલમાં જાણવા મળ્યું નથી કે ગ્રાહકને એક્ટિવા કેવી રીતે મળશે કે માલિક દ્વારા કેટલો દંડ આપવો પડશે. દેશભરમાં ઘણી ડિલરશિપ નવા વાહન પર ટ્રેડ સર્ટિફિકેટનો ઉપયોગ કરે છે. આ સર્ટિફિકેટનો મતલબ છે કે તેમને માત્ર ડિલરશિપના ઈન્ટરનલ કામ માટે ઉપયોગ કરવામાં આવે. આ ટ્રેડ સર્ટિફિકેટ દ્વારા વાહનને સ્ટોકયાર્ડથી શો-રૂમ અને શો-રૂમથી શો-રૂમ લઈ જઈ શકે છે.

READ  નવા નિયમ બાદ ટ્રાફિક વિભાગનો સપાટો, ટ્રેક્ટર ચાલકને ફટકાર્યો 59 હજારનો દંડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખાનગી કામ માટે તેનો ઉપયોગ નથી કરી શકતા. એક વખત વાહનનું વેચાણ થઈ જાય છે તો તેને ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર કે પછી એક પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબરની સાથે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકાય છે. દેશભરમાં ઘણા રાજ્યોમાં ડીલરશિપ દ્વારા રજિસ્ટ્રેશન નંબર થોડા જ દિવસમાં મળી જાય છે.

 

Anand:Miscreants set shops, houses, vehicles on fire after clash erupts between 2 groups at Khambhat

FB Comments