હોંગકોંગમાં શા માટે એકસાથે 5 લાખ લોકો ચીનની તાનાશાહી વિરુદ્ધ કરી રહ્યા છે આંદોલન

હોંગકોંગમાં હિંસક આંદોલન અને સામાન્ય લોકોની મુશ્કેલીને લઈ ચીનની સરકારમાં ચિંતાનું વાતાવરણ છે. તો સાથે ચીને આ પ્રદર્શનકર્તાઓને આતંકી કહી દીધા છે. અને આતંકવાદ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહી છે. તો સાથે હોંગકોંગના પ્રશાસનને આ આંદોલન ખતમ કરાવવાનો આદેશ આપી દીધો છે. સાથે સેનાબળનો ઉપયોગ કરવાની પણ ધમકી આપી દીધી છે. જેને લઈ હોંગકોંગની બહાર ચીને સેનાનો કાફલો પણ તેનાત કરી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકા અને ભારત પણ બન્યું સતર્ક

READ  ચીનને મોડે મોડે થયું આત્મજ્ઞાન, મુંબઈ 26/11 આતંકવાદી હુમલો 'સૌથી કુખ્યાત હુમલો' હતો

હિંસક પ્રદર્શનના કારણે દુનિયાના અનેક દેશો સતર્ક બની ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ દ્વારા કહ્યું કે, જાસૂસો દ્વારા માહિતી મળી છે અને ચીન હોંગકોંગની બહાર બોર્ડર પર સેના તૈનાત કરી ચૂકી છે. જેને લઈને આંદોલન કર્તાઓમાં પણ ચિંતાનું વાતાવરણ છે. બીજી તરફ ભારતે પણ ભારતીયો માટે એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. અને કોઈપણ મુશ્કેલીથી બચવા અન્ય પ્રયાસો કરે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચીનમાં સુષમા સ્વરાજે ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, રૂસ અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે મળીને કરી શકે છે આ મહત્ત્વનો નિર્ણય

શા માટે પ્રદર્શન?

હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકો દ્વારા પ્રદર્શન થઈ રહ્યું છે. હોંગકોંગ વર્ષ 1997માં બ્રિટેનના કબજામાંથી ચીન હસ્તક આવ્યું છે. અને ચીન હોંગકોંગમાં શાસન ચલાવી રહ્યું છે. પરંતુ ચીની સરકારે હોંગકોંગમાં એક બિલ પાસ કર્યું છે. જે હિસાબે હોંગકોંગનો કોઈ વ્યક્તિ ચીનમાં ગુનો કરે કે પ્રદર્શન કરે તો તેના વિરુદ્ધ હોંગકોંગમાં નહીં પણ ચીનમાં કેસ ચાલશે. આ કારણે જોશુઆ વાંગ જે માત્ર 23 વર્ષનો એક યુવા છે તેના નેતૃત્વમાં હોંગકોંગના યુવાનોએ આ બિલની વિરુદ્ધ રસ્તા પર આવી ગયા છે. અને એક સાથે 5 લાખથી વધુ લોકોએ આંદોલનમાં ભાગ લીધો છે.

READ  અમેરિકામાં વડાપ્રધાન મોદીના મેગા શોની આ વૈશ્વિક અસરો પર પણ રહેશે લોકોની નજર, પાકિસ્તાન અને ચીન ચિંતામાં થયા ગરકાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તો સાથે ચીનની તાનાશાહીના કારણે પણ ત્યાંના લોકો હેરાન છે. ચીનને આ પ્રદેશ બ્રિટીશ પાસેથી મળ્યું હતું. અને જો હોંગકોંગ પોતાનો વિકાસ કરી લે તો તેને સ્વતંત્ર કરી દેવાની પણ વાત થઈ હતી. આમ છતાં ચીન હોંગકોંગને સ્વતંત્ર કરવા માગતુ નથી.

[yop_poll id=”1″]

FB Comments