ભારતીય રાજનીતિમાં શરૂ થઈ ઉલ્ટી ગંગા, જીવનભર ભાજપનો વિરોધ કરનાર મુલાયમ સિંહે કહ્યું, ‘ફરી એકવખત દેશના વડાપ્રધાન બનો તેવી શુભેચ્છા ‘

ચૂંટણી એક એવી રમત છે જેમાં દોસ્ત દુશ્મન બને છે તો દુશ્મન દોસ્ત બને છે. જેમાં દરેક નેતા સમયે સમયે રંગ બદલતાં રહે છે. 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ રંગ બદલાઈ રહ્યો છે. ક્યાંક વિરોધીઓ સાથી બની રહ્યાં છે તો ક્યાંક સાથીઓ વિરોધી બનતાં ચાલું લોકસભામાં જોવા મળ્યા હતા.

 

લોકસભામાં આજે બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. ત્યારે લોકસભાના તમામ સાંસદ પોતાનું અંતિમ ભાષણ આપી રહ્યાં હતાં. તે દરમિયાન સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે એક મહત્વનું નિવેદન આપતાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા અને તેમના કાર્યકાળના અભિનંદન આપ્યાં હતા જે પછી તેમણે કહ્યું હતું કે, તમે ફરી એકવખત દેશના વડાપ્રધાન બનો તેવી શુભેચ્છા.

READ  પુલવામા આતંકી હુમલા પર ફરી બોલ્યા વડાપ્રધાન, "આતંકના આકાઓ ગમે ત્યાં છૂપાયેલા હશે, શોધી શોધીને સજા આપીશું", જુઓ VIDEO

આ પણ વાંચો : PM મોદીને ફરીથી PM બનવાની સંભાવના પર કરી તેમના ભાઈએ જ ‘મનની વાત’

અત્રે યાદ રાખવું જોઇએ કે એક સમયે ભાજપનો વિરોધ કરતાં મુલાયમ સિંહ યાદવના 2019ની ચૂંટણી પહેલાં રંગ બદલતો જોવા મળ્યો છે. મુલાયમ સિંહ યાદવે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, તેઓ પ્રાર્થના કરે છે કે, જે પણ સાંસદો આ સદનમાં બેઠા છે, તેઓ ફરી ચૂંટાઈને આવે.આજે અમે વિપક્ષમાં હાલ ખુબ જ ઓછી સંખ્યામાં છીએ. પણ હું કામના કરૂ છું કે, તમે (નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરતા) ફરી એકવાર વડાપ્રધાન બનો.

READ  સોશિયલ મીડિયા પર જ લડાશે આગામી લોકસભા ચૂંટણી?

તેમના આ નિવેદન પછી સદનમાં હાસ્ય રેલાયું હતું અને તાળીઓ ગુંજી ઉઠી હતી. મહત્વની વાત એ હતી કે મુલાયમ સિંહ જ્યારે આ નિવેદન આપી રહ્યાં હતાં, ત્યારે તેમની બાજુમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી બેઠા હતાં. જેના હાવભવ પણ જોવા જેવા હતા. જો કે ભૂતકાળમાં 1997માં જનતા દળની સરકાર બની હતી ત્યારે મુલાયમ વડાપ્રધાન બનવા માંગતા હતા પરંતુ આજે તેઓ કોઇ બીજાને વડાપ્રધાન બનવાની કામના કરી રહ્યા છે.

READ  દિવાળી પર મહેમાનોને શું ગિફ્ટ આપશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી તેની વાત!

[yop_poll id=1379]

Top 9 Business News Of The Day: 23/2/2020| TV9News

FB Comments