આજનું રાશિફળ: આ રાશિના જાતકોને મિત્રો તરફથી ફાયદો થાય

horoscope today 4th december aaj nu rashifal aa rashi na jatko ne mitro taraf thi faydo thay

mesh rashi

મેષ

આજે આ૫ મિત્રવર્તુળથી ઘેરાયેલા રહેશો. મિત્રો તરફથી ફાયદો થાય. તેમના તરફથી ભેટસોગાદો મળે અને આ૫ પણ મિત્રો પાછળ ધનખર્ચ કરો. નવા મિત્રો પણ બનશે, જે ભવિષ્‍યમાં લાભદાયક સાબિત થાય. સરકારી, અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળે. સંતાનોથી લાભ થાય. સુંદર પ્રાકૃતિક સ્‍થળની મુલાકાતના સંજોગો ઉભા થાય. સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. દૂર વસતા સ્‍વજનના સમાચાર મળે અથવા તેમનો સં૫ર્ક થાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

vrushbh Rashi

વૃષભ

આજનો દિવસ નોકરિયાત વર્ગ માટે સારો પુરવાર થાય, જે લોકો નવા કાર્યોનું આયોજન હાથ ધરવા માગતા હશે, તેઓ સફળતાપૂર્વક આયોજન કરી શકશે. નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થાય. તેમજ ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આ૫ના ઉ૫ર રહે. સરકારી લાભ મળે. દાં૫ત્‍યજીવનમાં માધુર્ય આવે. ભેટ- ઉ૫હાર અને માન- સન્‍માનથી મનમાં આનંદ વ્‍યાપી રહે. આજે આ૫ના અધૂરાં કાર્યો પૂર્ણતા પામે.

Mithun Rashi

મિથુન

આજે કોઈ૫ણ નવા કાર્યોના શુભારંભ માટે દિવસ અનુકુળ નથી. મન ચિંતા અને વિષાદથી ઘેરાયેલું રહે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ વર્તાય જેથી કામ કરવામાં ઉત્‍સાહ ન જણાય. ઉદરના રોગથી હેરાનગતિ થાય. નોકરી- ધંધામાં પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે. ઉ૫રી અધિકારીઓની નારાજગીના ભોગ બનો. વધુ ૫ડતો ધનખર્ચ થાય. સંતાનો સાથે મતભેદ થાય. નસીબ કોઈ૫ણ કામમાં સાથ ન આ૫તું લાગે. આજે મહત્વના કામ કે નિર્ણય ન લેવા. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુષમા સ્વરાજને સમગ્ર ગુજરાતની જનતા વતી આપી શ્રધ્ધાંજલી, જુઓ VIDEO

 

kark Rashi

કર્ક

આજે આપે દરેક બાબતમાં સાવધાનીપૂર્વક વર્તવુ ૫ડશે. ૫રિવારના સભ્‍યો સાથે વાદવિવાદ નીવારવો. વાણી ૫ર સંયમ અને ગુસ્‍સા ૫ર કાબૂ રાખવાથી કેટલાક અનિષ્‍ટો નિવારી શકશો. આજે આ૫ની માનસિક હાલત સ્‍વસ્‍થ નહીં હોય. વધુ ૫ડતો ખર્ચ થવાથી નાણાંભીડ અનુભવાશે. સમયસર ભોજન ન મળે. અનૈતિક પ્રવૃત્તિઓ અને નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. આદ્યાત્મિકતા અને ઈશ્વરનું નામસ્‍મરણ લાભકારક નીવડશે.

sinh Rashi

સિંહ

લગ્‍નજીવનમાં નજીવા ખટરાગથી ૫તિ- ૫ત્‍ની વચ્‍ચે આજે મનદુ:ખ થાય. જીવનસાથીની તબિયત થોડી નાદુરસ્‍ત રહે. વ્‍યવસાય કરતા વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. શક્ય હોય તો વ્‍યર્થ ચર્ચા કે વિવાદમાં ન ૫ડવું. કોર્ટ કચેરીના મામલામાં ઓછી સફળતા મળે. જાહેરજીવનમાં તેમજ સામાજિક જીવનમાં યશ ન મળે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતમાં સાવધાની રાખવી.

કન્યા

વર્તમાન દિવસે આપ તનમનથી સ્‍ફૂર્તિ અને સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળી રહેશે. પ્રતિસ્‍૫ર્ધીઓ તેમની ચાલમાં નિષ્‍ફળ જશે. બીમાર માણસને તબિયતમાં સુધારો થતો જણાય. મોસાળ ૫ક્ષ તરફથી કોઈ સમાચાર મળે. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય. સામાન્‍ય ખર્ચ વધારે રહે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને તેમના પ્રતિસ્‍પર્ધીઓ ૫રાજિત કરવાનો પેંતરો ઘડશે, તેથી સાવધાની રાખવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

તુલા

આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. સંતાનોની કોઈ ચિંતા આ૫ને સતાવશે. મનમાં ચિંતા ઉદ્વેગ રહ્યા કરે. વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે. વાટાઘાટો કે બૌદ્ઘિક ચર્ચાથી દૂર રહેવું. નવા કાર્યની શરૂઆતમાં નિષ્‍ફળતા મળે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. માનભંગ થવાની સંભાવના છે. મુસાફરી ટાળવી.

vrushik Rashi

વૃશ્ચિક

આ૫ને આજનો દિવસ શાંત મગજથી ૫સાર કરવા માટે સલાહ છે. ચિંતાતુર મન અને શરીરની અસ્‍વસ્‍થતા આ૫ને બેચેન રાખશે, નિકટના આપ્‍તજનો સાથે મનદુ:ખ થાય. માતાની તબિયત અંગે ચિંતા થાય. સ્‍ત્રી તેમજ પાણીથી સંભાળવું. આર્થિક નુકશાનની શક્યતા છે. વાહન‍ મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

ધન

નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ છે. ભાઈભાંડુઓ સાથે આજે સારો મનમેળ અને કુટુંબીઓ સાથે કોઈ પ્રવાસના સ્‍થળની મુલાકાત થાય. આરોગ્‍ય સારૂં રહે. પ્રિયપાત્ર સાથે આ૫ની મુલાકાત થાય. ભાગ્‍યવૃદ્ઘિ થાય. ગૂઢ રહસ્‍યવાદ તેમજ આદ્યાત્મિકતામાં વધારે રસ લેશો. કાર્ય સફળતાનો દિવસ છે. જાહેર માન- સન્માન મળે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદની APMC માં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

 

makar Rashi

મકર

આજના દિવસે કુટુંબીજનો સાથે મનદુ:ખનો કોઈ પ્રસંગ ઉભો ન થાય તેનું ધ્‍યાન રાખવાની સલાહ છે. સંયમિત વાણી આ૫ને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે. આર્થિક લાભ થાય. આજે આ૫નું આરોગ્‍ય મધ્‍યમ રહે. આંખમાં તકલીફ ઉભી થવાની શક્યતા છે. નકારાત્‍મક વિચારોને દૂર હટાવી દેવા. વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે ધ્‍યાન આ૫વું ૫ડશે.

kumbh rashi

કુંભ

આ૫નો આજનો દિવસ શુભ ફળદાયક રહેશે. આજે ભૌતિક અને આદ્યાત્મિક બંને રીતે આ૫નો સારો અનુભવ થાય. શારીરિક અને માનસિક પ્રસન્‍નતાથી આ૫ ખુશખુશાલ રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે બહાર ફરવા જાવો, તેમજ સુરૂચિપૂર્ણ ભોજન લો. તેમના તરફથી ભેટ ઉ૫હાર મળતાં આનંદ અનુભવશો. આજે કોઈ વિચારો અંગે ઉંડું ચિંતન કરી શકો. આદ્યાત્મિકતા પણ આજે આ૫ને સ્‍૫ર્શી જાય. દામ્‍૫ત્‍યજીવનનો આનંદ માણી શકશો.

min rashi

મીન

આજે આ૫ને ટૂંકાગાળાના લાભની લાલચમાં ન ફસાવાની ચેતવણી છે. આર્થિક બાબતમાં ખુબ જ સંભાળપૂર્વકનું ૫ગલું લેવું. રોકાણકારોએ પણ મૂડી રોકાણ સાચવીને કરવું. અગત્યના કાગળો ૫ર સહીસિક્કા કરતા ૫હેલા ધ્‍યાન રાખવું. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ કરવું. આ૫ના મનની એકાગ્રતા ઓછી રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ બગડશે. સ્‍વજનો સાથે મતભેદ ઉભા થાય.

 

Oops, something went wrong.
FB Comments