જૂનાગઢના માળિયા હાટીના નજીક એક ભયાનક અકસ્માતમાં બાઈકચાલકનું નિપજ્યું મોત

horrific-accident-captured-on-cctv-speeding-car-jumps-over-bike-leaves-1-dead-in-junagadh

જૂનાગઢના માળિયા હાટીનામાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેણે વગર વાંકે એક બાઈકચાલકનો જીવ લઈ લીધો. માળિયા હાટીના નજીક સર્જાયેલા આ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે, કઈ રીતે આ અકસ્માત સર્જાયો. બંને રોડમાંથી એક તરફ રોડ બંધ કરવામાં આવેલો છે. અહી ડાયવર્ઝન આપેલું હોવાથી લોકો જમણી બાજુ વાહન લઈને જઈ રહ્યા છે.

READ  The News Centre Debate : 'What caused the delays in Gujarat Local Body Polls ?, Part 2 - Tv9

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ વિરમગામના મહેમાન બન્યા, જખવાડા ગ્રામ પંચાયતનું કર્યું લોકાર્પણ

જોકે આ દરમિયાન એક સ્કોર્પિયો કારચાલક પુરઝડપે આવે છે. તે આગળ કામ ચાલતુ હોવાથી ડાયવર્ઝનનું બોર્ડ પણ જોતો નથી અને બેફામ રીતે ચાલ્યો જાય છે. જેના કારણે તેની કાર માટીના ઢગલા પર ચડીને હવામાં ઉછળે છે અને સીધી બાજુના રસ્તા પરથી પસાર થતા બાઈકચાલક પર પડે છે. જેમા આ બાઈકચાલકનું મોત થાય છે. આ બાઈકચાલક વ્યક્તિ શાંતિથી વાહન ચલાવીને જઈ રહ્યો હતો. પરંતુ તેને ખ્યાલ પણ નહીં હોય કે તેને આવું મોત મળશે. આ અકસ્માતમાં વાંક કારચાલકનો હતો. પરંતુ મોત બાઈકચાલકનું થયું છે.

READ  ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે મારામારી! સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments