શિયાળામાં વધી રહેલા વજનને કાબૂમાં રાખવું છે? આ રહ્યાં 5 ઘરગથ્થૂ ઉપાય

ઠંડીના દિવસોમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે અને તમે સરળતાથી બીમારીની ઝપેટમાં આવી જાઓ છો. સાથે જ શિયાળામાં તરસ પણ ઓછી લાગતા લોકો પાણી પણ ઓછું પીવે છે.

તો વળી કેટલાંકને ઠંડીની આ ઋતુમાં વારંવાર બાથરૂમ ન જવું પડે તેના કારણે પણ ઓછું પાણી પીતા હોવ છો. સામે રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં કોઈ પણ બીમારી સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે. તેવામાં  આ 5 પ્રકારના પીણાં (લિક્વિટ ડાયટ)નું સેવન કરશો તો બીમારીઓથી તો છૂટકારો મળશે અને તમારું વજન પણ કાબૂમાં રહેશે.

READ  શા માટે 15 ડિસેમ્બર પહેલાં શાળા-કોલેજોને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રેપ્લિકા સ્થાપવાનો આદેશ અપાયો ?

  • ગરમ પાણી

સૌથી સરળ અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવો ઉપાય છે ગરમ પાણી. ગરમ પાણી જંતુરહિત હોય છે અને પાચન તેમજ રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે જેના કારણે તમે બીમારીઓથી બચી શકો છો.

  • ચા

ગ્રીન ટી હોય કે બ્લેક ટી કે પછી આદુવાળી કે તજવાળી ગરમ ચા, તમને શિયાળાની ઋતુમાં બીમાર પડવાથી જરૂર બચાવી શકે છે અને એટલે શક્ય હોય તો દરરોજ તેનું સેવન કરો.

આ પણ વાંચો: શિયાળાની 11 મોટી સમસ્યાઓ અને સમાધાન માત્ર 1! જાણો એક ક્લિક પર…

  • સૂપ
READ  શિયાળામાં દરરોજ ગોળ ખાશો તો થશે આ ફાયદાઓ !!!

સૂપ હંમેશાંથી સ્વાસ્થ્ય માટે એક સારો વિકલ્પ રહ્યો છે. એટલે શિયાળામાં તો બિન્દાસ્તપણે ગરમાગરમ સૂપ પીઓ અને શિયાળામાં સ્વસ્થ રહો.

  • તજનું પાણી

પાણીમાં તજ ઉકાળીને પીવાથી શિયાળામાં તમે બીમાર પડવાથી બચો છો. તજનું પાણી એક સારો વિકલ્પ છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
  • તુલસીનો ઉકાળો

આ ઋતુમાં તુલસીનો ઉકાળો પણ તમને બીમાર પડવાથી બચાવે છે. તમે ઈચ્છો તો તેમાં ગોળ, આદુ કે લવિંગનો પણ ઉપયોગ કરી શકો છો અને પરંતુ તેનું પ્રમાણ ઓછું રાખો.

[yop_poll id=247]

READ  સાઉથના સુપરસ્ટારની દીકરી સૌંદર્યા રજનીકાંત કરવા જઈ રહી છે બીજા લગ્ન, પ્રી-વેડિંગ રિસેપ્શનમાં ઉમટી સેલિબ્રિટીઝ

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

  

Amdavadis to face air pollution till Nov 18, say CPCB reports | TV9GujaratiNews

FB Comments