લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદ હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવા માગ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એસોસિએશને લખ્યો પત્ર

Hotel and Restaurant association writes to Gujarat CM Rupani seeking permission to restart outlets

લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદ હોટલ-રેસ્ટોરન્ટ શરૂ કરવા માટેની પરવાનગી માગવામાં આવી છે. હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશને રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે અને માગ કરી છે કે શરતોને આધીન હોટલ તથા રેસ્ટરન્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. હોટલ એસોસિએશને લખેલા પત્રમાં તમામ પ્રકારના નિયમોનું પાલન કરવાની પણ તૈયારી દર્શાવામાં આવી છે. સાથે જ હોમ ડિલીવરીના સમયમાં વધારો કરવાની પણ માગ કરાઇ છે. હાલ 4 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકાય છે, જેમા વધારો કરીને 11 વાગ્યા સુધી પરવાનગી માગવામાં આવી છે. જોકે લૉકડાઉન પૂર્ણ થતા પરમીટ શોપ ખોલવાની રજૂઆત પણ પત્રમાં કરાઇ છે.

READ  અમદાવાદઃ પીપળજ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: સુરતઃ ક્રાઇમ બ્રાંચે કર્યો સેક્સ રેકેટનો પર્દાફાશ, રેકેટ ચલાવનાર દંપતીની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments