અમેરિકાના હ્યુસ્ટનમાં મોદી-મોદીના નારા, જાણો વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો સમગ્ર શેડ્યૂલ

દુનિયાભરના દેશોની નજર અમેરિકામાં યોજાનારા વડાપ્રધાન મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પર છે. આ કાર્યક્રમ માટે અમેરિકામાં રહેતા હજારો ભારતીય ખુબ ઉત્સાહીત છે. હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી 50 હજાર ભારતીય લોકોને સંબોધિત કરશે.

ભારતમાં પણ વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમને લઈને ખુબ ચર્ચા છે. હાઉડી મોદી કાર્યક્રમની દરેક જાણકારી માટે લોકો ખુબ ઉત્સાહિત છે. ત્યારે જે ફુટબોલ સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તેનો ગેટ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યા સુધી ખોલવામાં આવશે. ત્યારબાદ રાત્રે લગભગ 9 વાગ્યા સુધી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સંસદ શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી 7 દિવસના અમેરિકા પ્રવાસ પર છે. હ્યુસ્ટનમાં મેગા ઈવેન્ટને સંબોધિત કર્યા પછી વડાપ્રધાન મોદી અમેરિકી કોંગ્રેસના સભ્યો સાથે મીટિંગ કરશે. તે સિવાય વડાપ્રધાન આખા અઠવાડિયામાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ છે વડાપ્રધાન મોદીનો શેડ્યૂલ

22 સપ્ટેમ્બરે ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય ડેમોક્રેટિક સીનેટર સ્ટેની હોયર પણ ભાગ લેશે. ત્યારબાદ અમેરિકી કોંગ્રેસના સભ્યોની સાથે મીટિંગ કરશે.

23 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી જળવાયુ શિખર સંમેલનમાં ભાગ લેશે. યૂનિવર્સલ હેલ્થ કવરેજ સમિટમાં આયુષ્માન ભારત યોજના પર સંબોધન કરશે. ત્યારબાદ આતંકવાદ પર ચર્ચાને લઈ લીડર્સ ડાયલોગમાં ભાગ લેશે. આ મીટિંગમાં જોર્ડન કિંગ, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન, ફ્રેન્ચ પ્રેસિડેન્ટ, UN જનરલ સેક્રેટરી સહિત ઘણા દિગ્ગજો સામેલ થશે.

READ  PM મોદી જે બેઠક પરથી લડવાના હતાં તે દ.બેંગલુરૂની બેઠક પરથી લડશે આ 28 વર્ષનો યુવાન, કોણ છે તેજસ્વી સૂર્યા જેના પર મોદીથી વધુ વિશ્વાસ મુકવામાં આવ્યો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

24 સપ્ટેમ્બરે PM મોદીને બિલ એન્ડ મિલિન્ડ ગેટસ ફાઉન્ડેશન તરફથી ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ બપોરે મોદી સંયૂક્ત રાષ્ટ્ર મહાસચિવ ગુટેરેસની સાથે લંચ કરશે. ત્યારબાદ સંયૂક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજ્વવાનો પ્રોગ્રામ છે. ગાંધી સોલર પાર્ક લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન પ્રશાંત દ્વીપના 12 નેતાઓની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

25 સપ્ટેમ્બરે બ્લુમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન ઓપનિંગ પ્લેનરી સ્પીચ આપશે. આ દરમિયાન મોદી ઈન્વેસ્ટમેન્ટ રાઉન્ડટેબલની મેજબાની પણ કરશે. જેમાં 40 પ્રમુખ કંપનીઓ સામેલ થશે. ત્યારબાદ મોદી કેરિકોમ નેતાઓની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં કેરેબિયન સમુદાયના 14 સભ્ય હાજર રહેશે.

READ  ચૂંટણી આવતાં જ વડાપ્રધાન મોદી આવ્યા 'FULL ચૂંટણી MODE' માં, તમામ આરોપ અને સવાલોનો આપ્યા દિલ ખોલીને જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

27 સપ્ટેમ્બરે PM મોદી UNGAના 74માં વાર્ષિક સત્રને સંબોધિત કરશે. આ પહેલા PM મોદીએ 2014માં મહાસભાને સંબોધિત કરી હતી. તે દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ UNGAને સંબોધિત કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ભારત આવવા માટે રવાના થઈ જશે.

 

Oops, something went wrong.
FB Comments