‘ગૂગલ-પે’ એપની ભારતમાં મંજૂરીને લઈને સવાલો ઉઠ્યા, દિલ્હી કોર્ટે RBI પાસે માગ્યો જવાબ

હાલમાં ગૂગલની એક એપ જેના દ્વારા નાણાંકીય લેવડ-દેવડ અને વિવિધ બીલ ભરી શકાય છે તેના પર દિલ્હી હાઈકોર્ટે સવાલો ઉભા કર્યા છે. કોર્ટે RBIને પૂછ્યું કે ભારતમાં મંજૂરી વિના ગૂગલ-પે એપ કેવી રીતે ચાલી રહી છે?

હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજીમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે. ગૂગલ પેમેન્ટ એપ્લિકેશન કોઈ પણ મંજૂરી વિના કામ કરી રહી છે. ગૂગલ પે એપ્લિકેશનનો હાલના સમયમાં બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં તે વિવિધ બેંકોના UPI સર્વરથી કામ કરી રહી છે એટલે કે બધી જ બેંકોના ગ્રાહકો તેને વાપરી શકે છે.

READ  આણંદ જિલ્લાના ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ, જુઓ VIDEO

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ આ જાહેર હિતની અરજી પર સનાવણી કરતા આરબીઆઈને આ સવાલ કર્યો હતો. અરજીમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો કે, ગૂગલ પેમેન્ટ એપ્લિકેશન નિયમોનુ ઉલ્લંઘન કરી રહી છે અને ગેરકાયદે રીતે ભારતમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. અરજીમા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ એપ્લિકેશનને બેંક દ્વારા કોઈ કાયદેસર પ્રમાણપત્ર પણ નથી મળ્યું.

 

READ  ચિદમ્બરમની થઈ શકે છે ધરપકડ, INX કેસમાં આગોતરા જામીન અરજી થઈ નામંજૂર

કોર્ટે આ અંગે આરબીઆઈ અને ગૂગલ ઈન્ડિયા ને આ સંદર્ભે નોટિસ જાહેર કરી અને અભિજીત મિશ્રા પાસે જવાબ માંગ્યો છે. જણાવી દઈએ કે , આરબીઆઈએ 20 માર્ચે એક લિસ્ટ બહાર પાડ્યું હતું, જેમાં ‘ચુકવણી સિસ્ટમ ઓપરેટરો’માં ગૂગલ-પે નું નામ ન હતું. જે લિસ્ટ બહાર આવ્યા બાદ આ મુદ્દો ગરમાયો છે.

Ahmedabad : Jain union distributing Ayurvedic tablets among cops to boost immunity

 

FB Comments