એક ખબર કે જેણે મોરારજીનું સપનું કર્યું ચકનાચૂર અને શાસ્ત્રીને બનાવી દિધાં ભારતના ‘લાલ’, શું હતી એ ખબર ? જાણવા માટે અહીં CLICK કરો

27 મે, 1964ની રાત. ભારતના વડાપ્રધાન જવાહર લાલ નહેરૂના નિધનને ગણતરીના કલાકો જ વીત્યા હતાં કે રાજકીય શેરીઓમાં એક સવાલનો સળવળાટ શરુ થઈ ગયો.

જવાહર લાલ નહેરૂ
જવાહર લાલ નહેરૂ

આ સવાલ હતો, ‘કોણ હશે આગામી વડાપ્રધાન ?’ અટકળો વચ્ચે બે નામો મુખ્યત્વે સામે આવી રહ્યા હતાં અને આ બે નામો હતાં મોરારજી દેસાઈ તથા લાલ બહાદુર શાસ્ત્રી.

આપને લાગતું હશે કે નહેરૂના નિધન બાદ કૉંગ્રેસ પક્ષ માટે નવા વડાપ્રધાનની નિમણુક સાવ સરળ રહી હશે, કારણ કે કૉંગ્રેસ પ્રમુખના હુકમ સામે તમામ નેતાઓ નતમસ્તક થઈ જવાની કૉંગ્રેસમાં પરંપરા રહી છે.

કુલદીપ નાયર
કુલદીપ નાયર

પરંતુ સત્તા પરિવર્તનનો આ દોર સાવ સરળ નહોતો અને નવા વડાપ્રધાનની નિમણૂકમાં કૉંગ્રેસ અધ્યક્ષ કે કૉંગ્રેસના અન્ય નેતાઓએ નહીં, પણ એક પત્રકારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પત્રકારનું નામ હતું કુલદીપ નાયર. 27મે, 1964ની ની રાત્રે કુલદીપ નાયર મોરારજી દેસાઈના ઘર તરફ રવાના થયાં. નાયર જાણવા માંગતા હતાં કે વડાપ્રધાન પદ માટે દાવેદારીને લઈને દેસાઈનું શું કહેવું છે.

નાયર મોરારજી દેસાઈને તો ન મળી શક્યાં, પણ તેમના સમર્થકોએ ઉત્સાહમાં આવીને નાયરને કહ્યું કે દેસાઈ મુકાબલામાં ઉતરશે અને આસાનીથી જીતશે. નાયર લાલ બહાદુર શાસ્ત્રીના માહિતી અધિકારી રહી ચક્યા હતાં. એટલે દેસાઈના પુત્ર કાંતિએ પણ નાયરને કહ્યું, ‘પોતાના શાસ્ત્રીને કહી દો, મુકાબલો ન કરે.’

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કુલદીપ નાયરે આ વાતનો ઉલ્લેખ પોતાની આત્મકથા ‘બિયૉંડ ધ લાઇન્સ’માં કર્યો છે.

શાસ્ત્રીનો આ હતો અભિપ્રાય

લાલ બહાદુર શાસ્ત્રી
લાલ બહાદુર શાસ્ત્રી

નાયર શાસ્ત્રીનો અભિપ્રાય જામવા તેમના ઘરે પહોંચ્યા. શાસ્ત્રીએ નાયરને કહ્યું કે તેઓ સર્વસંમતિના પક્ષમાં છે. આ સાથે જ શાસ્ત્રીએ પોતાના તરફથી બે નામો સુચવ્યાં – જયપ્રકાશ નારાયણ અને ઇંદિરા ગાંધી. શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે તેઓ ચૂંટણી થવાની પરિસ્થિતિમાં મોરારજી દેસાઈ સાથે તો મુકાબલો કરી શકે છે અને જીતી પણ શકે છે, પરંતુ ઇંદિરા સામે નહીં જીતી શકે.

આ પણ વાંચો : નીતા અંબાણીનો આ આકર્ષક-લોભામણો ‘આરતી લહેંગો’ કેવી રીતે તૈયાર થયો ? જાણવા માંગો છો ? તો જુઓ VIDEO

દેસાઈએ શાસ્ત્રીનું સુચન ફગાવ્યું

મોરારજી દેસાઈ
મોરારજી દેસાઈ

નાયર ફરીથી મોરારજી દેસાઈના ઘરે પહોંચ્યાં. તેમણે દેસાઈને શાસ્ત્રીએ સુચવાલે બંને નામો જણાવ્યાં. પ્રતિક્રિયામાં મોરારજી દેસાઈએ જયપ્રકાશ નારાયણને ‘ભ્રમિત શખ્સ’ અને ઇંદિર ગાંધીને ‘નાનકડી છોકરી’ ગણાવવી દિધી. દેસાઈએ કહ્યું કે ચૂંટણી રોકવાની એક જ રીત છે કે પાર્ટી તેમને જ નેતા તરીકે સ્વીકારી લે.

આ પણ વાંચો : કુંભ દરમિયાન સંગમનું પાણી બની જશે અમૃત, તપાસ કરવા પહોંચી રહ્યા છે દિગ્ગજ વૈજ્ઞાનિકો

પછી વહેતા થયા આ સમાચાર

કુલદીપ નાયર
કુલદીપ નાયર

સત્તા પરિવર્તનના આ દોર સમયે કૉંગ્રેસના પ્રમુખ હતાં કે કામરાજ. કામરાજ પાર્ટીની અંદરનો અભિપ્રાય જાણવામાં લાગેલા હતાં. જોકે કામરાજનો વ્યક્તિગત અભિપ્રાય દેસાઈના પક્ષમં નહોતો.

દરમિયાન કુલદીપ નાયરે ન્યૂઝ એજન્સી યૂએનઆઈ પર એક સમાચાર જાહેર કર્યાં કે જેમાં નાયરે લખ્યું,

‘વડાપ્રધાન પદ માટે સૌપ્રથમ પૂર્વ નાણા પ્રધાન મોરારજી દેસાઈએ પોતાની દાવેદારીની જાહેરાત કરી દિધી છે. માનવામાં આવે છે કે તેમણે પોતાના સહયોગીઓને કહ્યું છે કે તેઓ આ પદના ઉમેદવાર છે. વિભાગ વગરના પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને વધુ એક ઉમેદવાર તરીકે માનવામાં આવી રહ્યાં છે. જોકે શાસ્ત્રી પોતે કંઈ નથી કહી રહ્યાં.’

દેસાઈ અંગે લોકોનો મત બદલાયો

કે કામરાજ

નાયરના જણાવ્યા મુજબ આ સમાચાર બાદ લોકો વિચારવા લાગ્યાં કે મોરારજી દેસાઈ આટલા મહત્વાકાંક્ષી છે કે તેમણે પોતાની દાવેદારી રજૂ કરવા માટે નહેરૂની ચિતાનો અગ્નિ ઠરવા દેવાનો પણ ઇંતેજાર ન કર્યો ? દેસાઈના સમર્થકોના જણાવ્યા મુજબ આ અહેવાલના કારણે દેસાઈને કમ સે કમ 100 વોટોનો ઘાટો થયો. જોકે નૈયરે કહ્યું કે આ ખબર પ્રસિદ્ધ કરવા પાછળ તેમનો ઇરાદો કોઈને ફાયદો કે નુકસાન પહોંચાડવાનો નહોતો.

કુલદીપ નાયરને પોતાના આ સમાચારની અસર ત્યારે સમજાઈ કે જ્યારે કૉંગ્રેસ અધ્યક્ષ કામરાજે સંસદ ભવનની સીડીઓ ઉતરતાં તેમના (નાયરના) કાનમાં ભભરાવ્યું, ‘થૅંક યૂ’. ત્યાર બાદ કામરાજે જાહેરાત કરી કે સર્વસંમતિ શાસ્ત્રીના પક્ષમાં છે. આ રીતે લાલ બહાદુર શાસ્ત્રીનો વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો થઈ ગયો.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Congress leader Mohan Delkar rejects rumors of leaving party after attending PM Modi's program today

FB Comments

Hits: 170

Comments are closed, but trackbacks and pingbacks are open.