આઝાદી બાદ ભારત-ચીન વચ્ચે કેટલા યુદ્ધ થયા? જાણો ક્યારે ભારતે ચીનને હરાવ્યું, જુઓ VIDEO

આઝાદી બાદ ભારતે કુલ 19 યુદ્ધ કર્યા, જેમાં બે યુદ્ધ ચીન સાથે થયા હતા. નેહરુ સહિતના રાજકારણીઓ ચીન ભારત પર કદી આક્રમણ નહીં કરે તેવા ખોટા ખ્વાબમાં જીવતા હતા. ચીને પૂર્વ સરહદ પર ભારતનો સેંકડો કિલોમીટર વિસ્તાર પહેલેથી દબાવી રાખ્યો હોવા છતાં તેમને ચીન પર આંધળો વિશ્વાસ હતો. ચીને 20 ઓક્ટોબર, 1962ના રોજ હુમલો કર્યો. ચુ નામના સ્થળે રહેલી ભારતની 7મી ઈન્ફન્ટ્રીની એક બ્રિગેડને હરાવી ચીની સૈન્ય આગળ વધ્યું. ચીન યુદ્ધનું બીજું રણક્ષેત્ર હતું હિમાલય પર્વત શ્રેણીનું લદાખ. 19-20 ઓક્ટોબરના રોજ ચીની સૈનિકો ઉત્તર-પૂર્વની પહાડીઓ પરથી ઊતરી આક્રમણ કરી રહ્યા હતા. 20 ઓક્ટોબર 1962 ની વહેલી સવારે 4:30 કલાકે થયેલા ચીની સૈનિકોના હુમલામાં બધા સૈનિકો શહીદ થઇ ગયા. ત્યારબાદ વર્ષ 1967 માં ચીને ફરીથી ભારત પર હુમલો કર્યો. આ વખતે તેમનો ટાર્ગેટ હતો સિક્કિમ રાજયનો નાથુ લા વિસ્તાર. આ વિસ્તાર પર ચીન કબ્જો કરવા માંગતું હતું પરંતુ તે નિષ્ફળ રહ્યું અને ભારતે ચીન સામે જીત મેળવી હતી.

READ  રેલ મંત્રાલયે એક યુગલનો ફોટો ટ્વીટ કરીને કંઈક એવું લખ્યું કે લોકોએ ઉડાવી મજાક

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નવા વર્ષની પાર્ટીમાં દારુ પીરસાય તે પહેલાં પોલીસે 4 બુટલેગરોને દબોચી લીધા

 

FB Comments