કયા વિભાગના કેટલા કામો પેન્ડિંગ છે ? જવાબ સાંભળીને પ્રજાને તો છોડો CM પોતે ચોંકી ગયા!

મુખ્યમંત્રી આવાસમાં છેલ્લાં 3 દિવસથી સતત રીવ્યુ બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.ભલે એ પાણીની સમસ્યા હોય કે માર્ગ-મકાન વિભાગની સમસ્યાં હોય કે પછી સૌની યોજના કે સુજલામ સુફલામ યોજનાની વાત હોય , તમામ મુદ્દા પર જે-તે વિભાગના અધિકારી અને મંત્રીઓ સાથે મુખ્યમંત્રી રૂબરૂમાં ચર્ચા કરી રહ્યાં છે.

 

 

આજે યોજાયેલી બેઠકમાં તમામ મંત્રીઓ જે-તે વિભાગના સચિવો સહિત હાજર તો થઈ ગયા અને મુખ્યમંત્રીએ રીવ્યુ કરવાની શરૂઆત કરી. તમામ વિભાગના અધિકારીઓને પુછવામાં આવ્યું કે પ્રજા દ્વારા અરજી થઈ હોય તેવા કેટલા પેન્ડિંગ કામો છે ? ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો દ્વારા અરજી કરાઈ હોય તેવા કેટલા કામો પેન્ડિંગ છે ? એક પછી એક તમામ વિભાગના સચિવોએ આંકડા બોલવાની શરૂઆત કરી જો કે જેમ-જેમ આંકડા સામે આવતાં ગયા તેમ-તેમ મુખ્યમંત્રીની ભ્રમરો ઊંચી થવા લાગી.

READ  વડાપ્રધાન મોદીએ તિહાડ જેલની ધમકી આપતા NCPના નેતાઓએ મોદી સામે ખોલ્યો મોર્ચો, કર્યા પ્રહારો

મુખ્યમંત્રીની આંખો મોટી ત્યારે થઈ ગઈ કે જ્યારે તેમના ધ્યાને આવ્યું કે લગભગ દરેક મંત્રીના વિભાગમાં સરેરાશ 10 હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે બીજી તરફ સૌથી આશ્વર્યજનક વાત એ હતી કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન કે જેઓ માર્ગ-મકાન વિભાગ, આરોગ્ય વિભાગ અને નાણાં વિભાગની મળી કુલ 32 હજાર જેટલી અરજીઓ પેન્ડીંગ છે. જો કે હવે આખરે તમામ અધિકારીઓ પાસેથી મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ પેન્ડિંગ કામોની યાદી માગી છે.

READ  VIDEO: કોંગ્રેસને જવાબ આપવા મુદ્દે વિધાનસભા સત્ર પહેલા CM રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપ ધારાસભ્યોની બેઠક

[yop_poll id=1126]

Top 9 Gujarat News Of The Day : 02-04-2020 | Tv9GujaratiNews

 

FB Comments
About Nirmal 11 Articles
NIRMAL DAVE PRINCIPAL CORRESPONDENCE, TV9 GUJARAT GANDHINAGAR.